
રાજકોટઃ CGSTના ઇન્સ્પેક્ટર અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
અમદાવાદઃ રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યું હતું. જેમાં CGSTના ઇન્સ્પેક્ટરને અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આરોપી ઈન્સ્પેક્ટરે GST નંબર કેન્સલ કરી દેવાની ધમકી આપી લાંચ માગી હતી.
રાજકોટ સેન્ટ્રલ GSTની ઓફિસમાં CBI તરફથી મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા…. જેમાં CGST અધિકારીને 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટરે GST નંબર કેન્સલ કરી દેવાની ધમકી આપી લાંચ માગી હતી… CBI રાજકોટના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આરોપી નિરીક્ષક સામે કેસ નોંધ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચ માંગી હતી. જેઓ ખાનગી પેઢીના અધિકૃત એજન્ટ હતા. આરોપીઓએ કથિત રીતે ફરિયાદીને જાણ કરી હતી કે, જો તેઓ ધંધો ચાલુ રાખવા માંગતા હોય તો તેમને ગેરકાયદેસર લાંચ આપવી પડશે.