
રાજકોટ કોર્પોરેશનનું રૂ. 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપર ભાર મુકાયો
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોશનના કમિશનરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. રાજકોટના મ્યુનિ.એ વર્ષ 2022-23નું રૂ. 2334.94 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓ ઉપર બજેટમાં કોઈ બોજો નાખવામાં આવ્યો નથી,
મનપાના ડ્રાફ્ટ બજેટ અનુસાર શહેરમાં 10 નવા બાગ-બગીચા બનાવવા, શહેરમાં ઓક્સિજન પાર્ક બનાવવો, ત્રણ નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ અને ત્રણ આરોગ્ય કેન્દ્રના આધુનિકીકરણ પર ભાર મુકાયો છે. તેમજ કોઠારિયા વિસ્તારમાં 24 કલાક હેલ્થ સેન્ટર ધમધમતુ રહેશે. 10 નવા સ્થળે પે એન્ડ યુઝ ટોયલેટના નિર્માણનો પણ કમિશનરે પ્રસ્તાવ મુક્યો છે. 40 કરોડના ખર્ચે રિંગરોડ પર બે લોજિસ્ટીક કોરિડોર નિર્માણ અને 20 નવી આંગણવાડી બિલ્ડિંગ તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ છે. નવા વિસ્તારમાં આઠ મિનિ ટીપર વ્હીકલ સહિત કુલ 21 વ્હીકલ કાર્યરત થશે. શહેરના વોર્ડ નંબર- 1,3,6 અને 17માં કમ્યુનિટી હોલનું નિર્માણ કરાશે. વોર્ડ નં. ૧૮માં ઈલેકટ્રિક સ્મશાન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત 50 નવી સીએનજી બસ પણ ખરીદવામાં આવશે. 100 જેટલી ઈલેક્ટ્રીક બસ માટે સ્ટેશન ઉભા કરવામાં આવશે. 40 લાખના ખર્ચ રેસકોર્સ વિસ્તારમાં ફરી મ્યુઝકિલ ફાઉન્ટેનની જોગવાઈ