1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો
ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો

ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો

0
Social Share

ગાંધીનગર : રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો કમિશન વધારવાની માગ છેલ્લા ઘમા સમયથી કરી રહ્યા હતા. આખરે સરકારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમિશન વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વઘારો કરવામાં આવશે. ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર રેશનિંગના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92 થી લઇને રૂ. 125 સુધીનો વધારો કરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રેશનિંગના દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. 1લી જાન્યુઆરી 2022થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલી રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીએ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરીને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અર્તગત રાજયના હાલ કુલ 70 લાખ રેશનકાર્ડધારકો અને 3 કરોડ 45 લાખ જનસંખ્યાને દર માસે આશરે 17000થી વઘુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રિફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલા સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે. જેમાં ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.42/-નો વઘારો કરીને હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન આપાશે. તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.1.92/-નો વઘારો કરતાં હવે રૂ.3/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે. તેમજ  ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.90/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે.  મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.125/-નો વઘારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળશે.
આ ઉપરાંત  ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.2/-નો વઘારો કરતાં હવે રૂ.5/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી ૫ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.31/-કરોડ તથા આગામી વર્ષ 2022-23 માં વાર્ષિક ખર્ચમાં રૂ.130/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code