
રાજકોટ અગ્નિકાંડ, ધવલ બાદ વેલ્ડિંગ કરનારાની ધરપકડ, પ્રકાશ જૈન આગમાં હોમાયાની શક્યતા
રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂક કરાઈ છે. નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ રાતોરાત ચાર્જ સંભાળી લીધો હતો. દરમિયાન પોલીસે ગેમ ઝોનના સંચાલકો એવા નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકી, અને રાહુલ રાઠોડની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ ધવલ ઠક્કરને પણ આબુ રોડ પરથી ઝડપી લીધો હતો, ઉપરાંત જેના કારણે આગ લાગી હતી તે વેલ્ડિંગ કરનારા મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી પ્રકાશ જૈન આગમાં જ ભસ્મીભૂત થઈ ગયો હોવાની શક્યતા છે. આ આગ દુર્ઘટના બાદ પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી આપી છે. જેમાં આગતાંડવની દર્દનાક દુર્ઘટના બાદ પ્રકાશ જૈનનો મોબાઈલ લગાતાર સ્વિચ ઑફ આવી રહ્યો છે, જે દિવસે ગોઝારી દુર્ઘટના ઘટી એ દિવસે તે આગ ઓલવવા ગેમ ઝોનમાં ગયો અને બહાર જ ન આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેની કાર પણ દુર્ઘટના સ્થળે જ છે. પ્રકાશ જૈન ફરાર છે કે આગમાં જ હોમાઈ ગયો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝા એ રાત્રે જ ચાર્જ સંભાળી લીધો હતો અને આ સમગ્ર ઘટનામાં તપાસ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ચાર્જ લેતાની સાથે જ સીવીલ હોસ્પિટલ અને ટીઆરપી ગેમઝોનના ઘટનાસ થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અગ્નિકાંડ મુદ્દે તટસ્થ તપાસ થશે તેવું નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ પ્રોમિસ આપ્યું છે. અને હવે આ ઘટનાની પાસ માટે ટુંક સમયમાં જ નવી ટીમની રચના પણ કરવામા આવશે.
પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાની સાથે જ બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી જગદીશ બંગારવા સિવિલ હોસ્પિટલ અને ટીઆરપી ગેમઝોનના ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ ઘટના બાબતે તટસ્થ તપાસ થશે તેવું પ્રોમીશ આપ્યું છે તેમજ આ મામલે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે. જે જગ્યા પર TRP ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે. જ્યારે અત્યારસુધીમાં 11 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે.