1. Home
  2. Agency
  3. News
  4. ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…

0
Social Share

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026 – Rajpal Yadav ફિલ્મોમાં નૈતિકતા અને પ્રામાણિકતાના અભિનય કરનાર અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં જામીન મળ્યા નથી. જામીન નકારતા કોર્ટે કહ્યું કે, તમે તમારું પોતાનું વચન પાળ્યું નથી.

ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી હાલમાં કોઈ રાહત મળી નથી. રાજપાલ યાદવની સજા મોકૂફ રાખી જામીન પર મુક્ત કરવાની અરજી પર હાઈકોર્ટે મુરલી પ્રોજેક્ટ કંપનીને નોટિસ પાઠવી છે. હવે આ જામીન અરજી પર આગામી સુનાવણી સોમવાર, 16 ફેબ્રુઆરી ના રોજ થશે. રાજપાલ યાદવે શાહજહાંપુરમાં પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન પર મુક્તિની માંગ કરી હતી. હાલમાં તેઓ 5 ફેબ્રુઆરી થી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

લગભગ 15 વર્ષ પહેલાં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે ઉધાર લીધેલા કરોડો રૂપિયામાંથી 9 કરોડ રૂપિયા ન ચૂકવવાના મામલે તેમના વકીલોએ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. રાજપાલ યાદવના વકીલે જણાવ્યું હતું કે પૈસાની ચુકવણી અંગે હજુ રાજપાલ યાદવ પાસેથી સૂચનાઓ લેવાની બાકી છે.

કોર્ટે પોતાની પ્રતિબદ્ધતા ન નિભાવવા બદલ રાજપાલ યાદવને સખત ઠપકો આપ્યો હતો. અદાલતે ટિપ્પણી કરી હતી કે રાજપાલ યાદવ જેલમાં એટલા માટે છે કારણ કે તેમણે પોતાના વચનનું સન્માન કર્યું નથી. સુનાવણી દરમિયાન જજે વકીલોને કહ્યું હતું કે યાદવે અદાલતમાં ઓછામાં ઓછી બે ડઝન વાર પૈસા ચૂકવવાનું કહ્યું હતું, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code