1. Home
  2. ગુજરાતી
  3. રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં – એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન
રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં – એક વિકમાં  83 કરોડને પાર કલેક્શન

રણબીર કપૂરની ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં – એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન

0
Social Share
  • ‘તૂ જૂઠી મે મક્કાર’ 100 કરોડની ક્લબમાં સામેલની તૈયારીમાં
  • એક વિકમાં 83 કરોડને પાર કલેક્શન
મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા  રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દેશભરમાં ઘૂળેટીના દિવસે  રીલિઝ કરવામાં આવી હતી રજાના કારણે ફિલ્મને દર્શકો મળ્યા છે ત્યારે રજાના દિવસનો ફિલ્મને લાભ મળ્યો છે.ત્યારે આ ફિલ્મ રિલીઝ થયાના એક વિક બાદ પણ બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી રહી છએ અને ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થી શકે છે.
આ ફિલ્મે પહેલા દિવસે 15.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે આ ફિલ્મના બીજા દિવસના કલેક્શનમાં શરૂઆતના દિવસની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, અઠવાડિયાનો દિવસ હોવાને કારણે હોઈ  શકે છે વિકેન્ડ આવી રહ્યો છે ત્યારે આ ફિલ્મને વિકેન્ડનો પણ લાભ મળી શકે છે.ત્યારે 2 દિવસ બાદ વિકેન્ડ હોવાથી ફરી આ ફિલ્મને તેનો લાભ મળી શકે છે.
 જાણકારી પ્રમાણે રણબીર-શ્રદ્ધાની ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 83.31 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રારંભિક આંકડા પ્રમાણે, ફિલ્મે તેના આઠમા દિવસે ભારતમાં 5.60 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે આઠ દિવસમાં ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 87.91 કરોડનો બિઝનેસ કર્યો છે.
આ આંકડા Sacnilk આધઆરિક દર્શાવવામાં આવ્યા છે.  રણબીર-શ્રદ્ધાની ફિલ્મ દર્શકોનું ઘણું મનોરંજન કરી રહી છે. જો કે ફિલ્મના કલેક્શનનો ગ્રાફ ધીમે ધીમે નીચે જઈ રહ્યો છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આવનારા વીકેન્ડમાં ફિલ્મનું પ્રદર્શન વધુ સારું રહેશે. આ અઠવાડિયે એવું માનવામાં આવે છે કે ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી જશે.
8 માર્ચે સિનેમાઘરોમાં આવેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે દર્શકો જ નહીં ફિલ્મ સમિક્ષકોના પણ દિલ જીત્યા છે. તુ જૂઠી મેં મક્કારને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા મેકર્સને રાહત આપનારા હતા.‘તુ જૂઠી મેં મક્કાર’ એ અર્થમાં સફળ રહી છે કે તેને તેના શરૂઆતના દિવસે જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. બીજા દિવસે વીક ડે હોવા છતાં તેનું કલેક્શન સારું રહ્યું છે. આ ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે તેવી આશાઓ જોવાઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code