
રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન , 300 કરોડની ક્લબમાં સામેલ થવાને આરે
મુંબઈ – રણબીર કપૂરનઈઉ ફિલ્મ એનિમલે રીલીઝ પેહલાજ સારી એવી કમાણી કરી હતી ભારત સહિત અમેરિકામાં પણ ફિલ્મ ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હવે આ ફૂલમુ કલેક્શન 300 કરોડને આંબવાની તૈયારીમાં છે .
1 લી ડિસેમ્બરના રોજ રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર એકસાથે મોટા પડદા પર આવી હતી. બંને ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. એક તરફ એનિમલ રણબીરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
રણબીર કપૂરની એનિમલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ટિકિટ બારી પર જોરદાર કમાણી કરવા લાગી. તેણે પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, તેણે શનિવારે 66.27 કરોડ રૂપિયા, રવિવારે 71.76 કરોડ રૂપિયા અને સોમવારે 43.96 કરોડ રૂપિયાની કમાણી કરી.
ફિલ્મ રિલિઝના બીજ વીકના આરંભએ પણ સારી કમાણી કરી રહી છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ફિલ્મે મંગળવારે 38.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની કુલ કમાણી 283.74 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ સંજુને પાછળ છોડીને રણબીરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની જશે.
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ તમામ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવી છે આ સાથે જો રણબીર કપૂરની ફિલ્મના છેલ્લા ચાર દિવસના કલેક્શનની વાત કરીએ તો ‘એનિમલ’એ તેના પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયા, બીજા દિવસે 66.27 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 71.46 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અને ચોથા દિવસે રૂ. 43.96 કરોડ. રણબીરની આ ફિલ્મે શાહરૂખ ખાનની ‘જવાન’ને માત્ર બે દિવસમાં માત આપી દીધી છે અને ‘એનિમલ’ ઘરેલુ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર બીજી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ બની ગઈ છે.