
ઉપવાસ કરવો પણ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરૂરી, વાંચો તેના અનેક ફાયદા વિશે
- ઉપવાસ કરવાના છે અનેક ફાયદા
- સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે પણ છે તે જરૂરી
- વાંચો તેનાથી થતા અનેક ફાયદા વિશે
આમ તો ભારતમાં મોટા ભાગના લોકો કે જે ઉપવાસ કરે છે તે લોકો કોઈના કોઈ ધાર્મિક કારણોસર કરતા હોય છે. આને જો અન્ય રીતે એટલે કે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ અનેક રોગોથી બચાવી શકે છે. ધાર્મિક રીતે કોઈપણ ઉપવાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉપવાસ કરવાથી વ્યક્તિનો સ્વભાવ સાત્વિક બને છે. તેનાથી મન અને આત્માને શાંતિ મળે છે. પરંતુ ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક રીતે ઉપવાસને જોવામાં આવે તો, મોટાભાગના લોકો આખો દિવસ બહારનો ખોરાક અથવા ઓઈલી ખોરાક ખાય છે, પરંતુ તેને પચાવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. આવી સ્થિતિમાં, શરીરમાં ચરબી અને ઝેરી પદાર્થો એકઠા થાય છે. તેને શરીરમાંથી દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ તમારા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. શરીરના ઝેરી તત્વોને દૂર કરવાથી ત્વચાની તમામ સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
સતત બહારનું ખાવાથી પાચન તંત્રમાં ખલેલ પહોંચવા લાગે છે. ઉપવાસ પાચનતંત્રને આરામ આપે છે અને શરીર પોતે જ સાજુ થવા લાગે છે. એક દિવસના ઉપવાસથી પેટને લગતી તમામ સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. ઉપવાસ સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL ને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટાડવામાં મદદ કરે છે. જો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસની સાથે રોજ કસરતની ટેવ પાડવામાં આવે તો આ કોલેસ્ટ્રોલ ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાથી બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે.
……….