1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું જરૂરી
પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું જરૂરી

પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું જરૂરી

0
Social Share

અમદાવાદ ખાતે ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘એડવાન્સમેન્ટ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન ફલેક્સિબલ પેકેજિંગ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય સેમિનારમાં પેકેજિંગ ટ્રેન્ડ્સ, રિસાઇકલ પેકેજિંગ, પ્રિન્ટિંગ, ઇપીઆર, ઓટોમેશન, વેલ્યૂ એડીશન ઇન ફલેક્સિબલ પેકેજિંગ પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગના વિવિધ એડવાન્ટેજ વિશે વાત કરી હતી. જેવા કે, ફ્રીડમ ટુ કસ્ટમાઈઝ, એનહેન્સ પ્રોટેક્શન, રી-યુઝેબલ, મિનિમમ પ્રોડક્શન કોસ્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પર વાત કરી હતી. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું ખૂબ જરૂરી.

પ્લાસ્ટિકના વ્યવસ્થાપન માટે ગુજરાતની પહેલ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પર્યાવરણની જાળવણીની દિશામાં યોગ્ય કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં કુલ 1.60 લાખ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો છે. અને પ્લાસ્ટિકના ઉપયોગની આડઅસર, પ્લાસ્ટિક કચરાને છુટ્ટો પાડી તેના નિકાલ બાબતે લોકોને જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આ રીતે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રાજય સરકારે વિવિધ ઝુંબેશ ઉપાડી છે.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 2009માં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો. ત્યારે આપણું ગુજરાત સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં ત્રીજું રાજ્ય અને એશિયામાં પહેલું રાજ્ય હતું. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની 9 વર્ષના સુશાસનની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, 2014 પહેલા દેશનું સકળ ઘરેલું ઉત્પાદન(GDP) 1.8 ટ્રિલિયન હતું, જે છેલ્લાં 9 વર્ષોમાં 3.7 ટ્રિલિયને પહોંચ્યો છે. તેવી જ રીતે પર કેપિટા GDP 2014 પહેલા 78K હતો, જે છેલ્લાં 9 વર્ષોમાં તે આંક 115K પર પહોંચ્યો છે. આ સેમિનારમાં વિવિધ તજજ્ઞોએ ઇનોવેશન એન્ડ એડવાન્સમેન્ટ ફોર ફલેક્સિબલ પેકેજિંગ વિષય પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. આશરે 350 જેટલા ડેલિગેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ ફલેક્સિબલ પેકેજિંગ ક્ષેત્રમાં થઈ રહેલ નવા ડેવલપમેન્ટ વિશે માહિતગાર થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code