 
                                    - ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા
- 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે
- ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોની નામની યાદી જાહેર કરી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
6 મહાનગરપાલિકા માટે ભાજપે ઉમેદવારીઓની યાદી કરી જાહેર કરી છે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે.
મોટા માથાના આ વખતે નામ કપાયા
અમદાવાદનાં પૂર્વ મેયર બિજલ પટેલનું પત્તું કપાયું છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહનું પણ પત્તુ કપાયું છે. અમદાવાદના ખાડિયામાંથી મયૂર દવેનું પત્તું કપાયું છે. સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન અમૂલ ભટ્ટનું પત્તુ કપાયું છે. નવા કાર્યકરોને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તક અપાઈ છે. તો કેટલાક વોર્ડમાં ઉમેદવારોને રીપીટ કરાયા છે.
ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય અને છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની સંપૂર્ણ યાદીઓ જાહેર કરી છે. યાદીઓ જાહેર થતા જ તમામ શહેરોમાં પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે.
(સંકેત)
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

