
અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – ઓક્લાહોમાંની હોસ્પિટલ પરિસરમાં 4 લોકોની ગોળી મારી હત્યા, પોલીસે હત્યારાને ઠાર કર્યો
- અમેરિકામાં વધતી જદ જઈ રહી છે ગોળીબારની ઘટના ઓ
- હવે ઓક્લાહોમાંની હોસપિટલને બનાવી નિશાન
- હોસ્પિટલ પરિસરમાં ગોળીબાર કરતા 5ના મોત
દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવે આડેધડ ગોળીબારની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં એક વખત આ પ્રકારની ધટનાો સામે આવી રહી છે,સ્કુલની બહાર હોય કે પછી ભર માર્કેટમાં હોય ત્યારે હવે બંદુકઘારીઓ એ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલના પરિસરને નિશાન બનાવ્યું છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ વખતે શૂટિંગ ઓક્લાહોમાના તુલસા સિટીમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ સંકુલમાં નતાલી બિલ્ડિંગમાં થયું હતું. પોલીસના જણાવ્યાપ્રમાણે, એક અજાણ્યા હુમલાખોરે ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગોળીબારને ઠાર માર્યો હતો.
આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ તુલસા હોસ્પિટલ સંકુલમાં ગોળીબારની જાણ કરવામાં આવી હતી. બુધવારે સ્થાનિક સમય અનુસાર વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તુલસા પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક અજાણ્યા રાઈફલમેન નતાલી બિલ્ડીંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આર્મ્સ લાયસન્સ કાયદાના કારણે અવારનવાર ગોળીબારની ઘટનાઓ સામે આવે છે, જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. 24 મેના રોજ, ઉવાલ્ડેની પ્રાથમિક શાળામાં ગોળીબારમાં 19 બાળકો સહિત 23 લોકો માર્યા ગયા હતા. આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે હવે આ દિશામાં પગલા ભરવાનો સમય આવી ગયો છે.