1. Home
  2. ગુજરાતી
  3. ટેક્નોલોજી અને શાસ્ત્રને સાથે લઈને ચાલતો આપણો ભારત દેશ, આજે પણ દેશમાં ચોપડા પૂજનનું મહત્વ
ટેક્નોલોજી અને શાસ્ત્રને સાથે લઈને ચાલતો આપણો ભારત દેશ, આજે પણ દેશમાં ચોપડા પૂજનનું મહત્વ

ટેક્નોલોજી અને શાસ્ત્રને સાથે લઈને ચાલતો આપણો ભારત દેશ, આજે પણ દેશમાં ચોપડા પૂજનનું મહત્વ

0
Social Share
  • કોમ્પ્યુટરના યુગમાં ચોપડા પૂજાનું મહત્વ
  • પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ચોપડાઓનું પૂજન
  • ચોપડામાં 30 ટકા જેટલો ભાવ વધારો

ભારત ભલે વિશ્વ ગુરુ બની જાય, ભારતમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી આવી રહી છે પણ આજે પણ ભારતમાં શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન મહત્વનું ગણવામાં આવે છે અને લોકો દ્વારા પૂજા પણ કરવામાં આવે છે. વાત એવી છે કે 21મી સદી કોમ્યુટર યુગ ગણાય છે, આમ છતાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ ખાસ કરીને દિવાળીના તહેવારો પર હજુ જળવાઈ રહી છે. હિન્દૂ ધર્મ પ્રમાણે આસો મહિનાના અંતિમ દિવસ દિવાળીના બીજા દિવસથી નવું વર્ષ શરૂ થાય છે. ત્યારે વીતેલા વર્ષના અંતિમ દિવસોમાં ભારે હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે.

એકાદશીથી લઈને લાભ પાંચમ સુધીના 10 દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક વિધિ, અનુષ્ઠાન અને પૂજા પાઠ કરવામાં આવે છે. ત્યારે શાસ્ત્રકોત્ર રીતે પણ આ દિવસોનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આ વર્ષે પણ વિવિધ પ્રકારના ચોપડા બજારમાં આવી ગયા છે. પરંતુ ઇંધણના વધતા ભાવને કારણે ચોપડામાં 30 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે.

જો કે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી પોતાના ઘર અયોધ્યા પરત ફર્યા હતા, તેને લઈને સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ભારતના દરેક તહેવારોનું અનેરું મહત્વ હોય છે અને દરેક તહેવાર પાછળનું એક કારણ પણ હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code