
જામનગર ઉત્તર સીટથી બીજેપીના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજય ઘોષિત
- જામનગર સીટ પર રિવાબા જાડેજા ઘોષિત
- જામનગરમાં બીજેપીની ભવ્ય જીત
જામનગરઃ- ગુજરાતની જનતાની નજર આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. સૌ કોઈ આજે પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજેપી 150થી પણ વધુ સીટોથી આગળ વધી રહી છે, ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તેની પુરેપુરી શક્યતાઓ શરુઆતી વલણ પરથી જ જોવા મળી રહી છે
ત્યારે હવે જામનગર સીટ પરથી જો વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાને બીજેપી ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા ત્યારે હવે તેઓઓ આ સીટ પર ભવ્ય વિજય મેળવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
રિવાસિંહ હરદેવસિંહ સોલંકી (રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા) જામનગર ઉત્તર વિધાનસભાની ચૂંટણીમાં 61065 મતોની ભારે બહુમતી સાથે જીત્યા.આ માટે રિવાબાએ જનતાનો આભાર પણ માન્યો હતો.
જ્યારે આજે સવારે 8 વાગ્યે મતગણના શરુથી ત્યારથી જ જામનગર ઉત્તરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આગળ ચાલી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે જામનગર ઉત્તરમાં સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા સારા કાર્ય કરી રહ્યા છે અનેક સામાજિક કામો માટે પણ તે જાણીતા છે આમતો જામનગર ઉત્તર 2014થી ભાજપ સાથે છે.