
ગુજરાતથી મુંબઈ જતાં પ્રવાસીઓને RTPCR રિપોર્ટ ફરજિયાતથી પ્રવાસીઓમાં કચવાટ
અમદાવાદઃ કારાનાના એમીક્રોન વાયરસ ની દહેશતના પગલે મહારાષ્ટ્ર સરકારે રાતોરાત ફરજિયાત આર ટી સી આર નેગેટિવ રિપોર્ટનો નિર્ણય લેતા પેસેન્જરો અને ટ્રાવેલ એજન્ટો માં દોડધામ મચી ગઇ હતી. બુધવારે સાંજે આ પરિપત્ર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક દિવસની મુદત લંબાવી દેવાતા શુક્રવારથી ગુજરાતમાંથી મુંબઈ જતાં પ્રવાસીઓને આર ટી પી સી આર નેગેટિવ રિપોર્ટ હશે તો તેઓને બોર્ડિંગ પાસ મળશે. અવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોને દક્ષિણ આફ્રિકામાં દેખા દીધી છે. તેને પગલે ભારતમાં પણ સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બુધવારે મોડી સાંજે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી ગુજરાતના મુંબઈ જવા માગતા પ્રવાસીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને એજન્ટો અને એરપોર્ટ ઓથોરિટીમાં ફોનનો મારો શરૂ થયો હતો. જાણવા મળતી વિગત મુજબ આ નિર્ણયના પગલે મુંબઈ એરપોર્ટ પર પણ મુસાફરોએ હોબાળો મચાવતા સરકાર દ્વારા આ નિર્ણયમાં એકથી બે દિવસની મુદત આપવામાં આવી આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે એરલાઇન્સ એજન્સીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે, આવતીકાલથી 48 કલાક પહેલા નો પેસેન્જર નો આર ટી પી સી આર રિપોર્ટ બતાવે તો જ તેમને બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવો.આ આદેશ ને પગલે ભારે કચવાટ ફેલાયો છે. રાજકોટથી મુંબઈ માટે દરરોજ 4 ફ્લાઇટ ઉડાન ભરે છે અને સરેરાશ ૪૦૦ જેટલા પેસેન્જર મુંબઈ માટે જતા હોય છે. જે પેસેન્જરોએ ના બંને ડોઝ લીધા હશે તો પણ તેમને મુંબઇ માટે ફરજિયાત આર ટી પી સી આર નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.