
- વિકી કૌશલ અને કેટરીના સમાચારોની હેડલાઈન બન્યા
- બન્ને વચ્ચે થયો ઝઘડો
- તેમના લગ્નને લઈને ચાહકો ઉત્સાહીત
- આ કપલ ડિસેમ્બરમાં કરશે લગ્ન
મુંબઈઃ- વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્નના સમાચારને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં ચાહકોની નજર વિકી અને કેટરિના કૈફ પર છે કારણ કે તેમના લગ્નમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. બંનેના લગ્નને લઈને રોજ અલગ-અલગ ખબરો સામે આવી રહી છે. થોડા સમય પહેલા દિવાળીના અવસર પર વિકી અને કેટરીનાની સિક્રેટ રોકા સેરેમનીનો મામલો સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સમારોહ કબીર ખાનના ઘરે યોજાયો હતો.
થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના સંબંધોને સત્તાવાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ મુજબ, કેટરિના અને વિકીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દંપતી તેમના લગ્નની ઘોષણા કરતી ઔપચારિક નોંધ બહાર પાડશે. આ બંને પોતાના જીવનની નવી શરૂઆત માટે મીડિયા પાસેથી શુભકામનાઓ માંગશે. બંને મીડિયા સાથે ખૂબ જ સારા સંબંધ ધરાવે છે અને તેમની ખુશી દરેક સાથે શેર કરવા માંગે છે.
જો કે હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચેની લડાઈ થઈ હોવાની માહિતી સામે આવી છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લગ્નના થોડા દિવસો પહેલા વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ હતી.
રિપોર્ટની જો વાત માનવામાં આવે તો , રોકા સેરેમનીના સમાચાર મીડિયામાં લીક થવાને કારણે વિકી અને કેટરીના વચ્ચે ઝઘડો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે વિકી કૌશલે મીડિયામાં રોકા સેરેમનીના સમાચાર જોયા તો તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને આ દરમિયાન તેની અને કેટરીના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંનેને આશ્ચર્ય થયું કે આ વાત મીડિયા સુધી કેવી રીતે પહોંચી અને કોની ટીમે લીક કરી. આ બાબતે બંને વચ્ચે ઘણો વિવાદ થયો હતો.