1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનના કેટલાક શહેરોમાં રશિયાની એરસ્ટ્રાઈક – લિસિચાન્સ્કમાં ઓઈલ રિફાઈનરી ડેપોનો નાશ
યુક્રેનના કેટલાક શહેરોમાં રશિયાની એરસ્ટ્રાઈક –  લિસિચાન્સ્કમાં ઓઈલ રિફાઈનરી ડેપોનો નાશ

યુક્રેનના કેટલાક શહેરોમાં રશિયાની એરસ્ટ્રાઈક – લિસિચાન્સ્કમાં ઓઈલ રિફાઈનરી ડેપોનો નાશ

0
Social Share
  • રશિયાએ એક પછી એક હવાી હુમલા કર્યા
  • યુક્રેનમાં મચાવી તબાહી
  • ઘણા નાગરિકો માર્યા ગયાનો યુક્રેનનો દાવો

દિલ્હી રશિયાએ યુ્કેરનમાં તબાહિ ફેલાવી છે, આ યુદ્ધને આજે 52 જેટલા દિવસો પૂર્મ થયો છે છંત્તા રશિયા અટકવાનું નામ નથી લઈ રહ્યું સતત હુમલાો હાલ પણ ચાલુ જ છે ત્યારે પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત આઠ શહેરો પર હવાઈ હુમલા કર્યા છે.

આ ઘટનાને લઈને યુક્રેને દાવો કર્યો હતો કે હુમલામાં ઘણા યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. ઘણા શહેરોમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ પણ ચાલી રહ્યું છે.

વિતેલા દિવસને શનિવારે, રશિયન સૈન્ય કિવ છોડ્યાના લગભગ દસ દિવસ પછી, રાજધાની કિવ ફરી એકવાર વિસ્ફોટોથી હચમચી ગયું હતું. કિવના પૂર્વ ભાગમાં આવેલા ડાર્નિટ્સકીમાં એક પછી એક અનેક વિસ્ફોટો થયાના એહવાલ મળ્યા હતા. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં હુમલાની પુષ્ટિ કરી છે. 

આ સાથે જ આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ અને તબીબી સ્ટાફ સ્થળ પર હાજર છે. ક્લિટ્સ્કોએ રહેવાસીઓને સાયરન્સના અવાજ પર ધ્યાન આપવા વિનંતી કરી છે

આ સાથે જ રશિયા દ્વારા શુક્રવારે મોડી સાંજે યુક્રેનના શહેર એલેક્ઝાન્ડ્રિયામાં લશ્કરી એરબેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના મેયર સેરહી કુઝમેન્કોએ શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં હુમલાની જાણકારી આપી હતી. પૂર્વી લુહાન્સ્ક ક્ષેત્રમાં રાતભર થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા, આ હુમલામાં સેવરડોનેત્સ્ક અને લિસિચાન્સ્ક શહેર તરફ જતી ગેસ પાઈપલાઈનને નુકસાન થયું હતું.

તો બીજી તરફ શનિવારે, રશિયન સૈન્યએ લિસિખાન્સ્કની ઓઇલ રિફાઇનરી પર મિસાઇલ વડે  હુમલો કર્યો. હુમલા બાદ રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. રશિયા સ્થાનિક ઈમરજન્સી સેવાઓને ફસાવવા માટે આવા હુમલાઓ કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે રશિયા તરફથી યુક્રેનના પૂર્વીય પ્રદેશોમાં લુહાન્સ્ક અને ખાર્કિવ, ડિનિપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા, મધ્ય યુક્રેનમાં કિરોવોહરાદ, યુક્રેનના દક્ષિણમાં માયકોલાઈવ, ખેરસનમાં રશિયન બાજુથી હુમલાઓ કરવામાં આવ્યા  છે.જેમાં તબાહીના દર્શ્યો સામે આવ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code