
રશિયાના એરસ્ટ્રાઈકમાં સૂમી કેમિકલ પ્લાન્ટ ક્ષતિગ્રસ્તઃ અમોનિયા ગેસ લીકેજ થતા લોકોમાં ફફડાટ
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાએ એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં સૂની કેમિકલ પ્લાન્ટને નુકસાન થયું છે. તેમજ એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેથી તંત્ર દ્વારા સ્થાનિકોને અંડરગ્રાઉન્ડ થવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન પુતિને વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરવા માટે ચીમકી ઉચ્ચારી છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. દરમિયાન, યુક્રેન તરફથી સ્પષ્ટ સંકેતો મળ્યા છે કે તે આત્મસમર્પણ નહીં કરે. યુક્રેનની સેનાએ મારિયુપોલમાં ભીષણ યુદ્ધમાં પણ શસ્ત્રો મૂકવાની ના પાડી દીધી છે. બીજી તરફ યુક્રેનનો દાવો છે કે તેણે યુદ્ધમાં એક અલગતાવાદી આગેવાનને મારી નાખ્યો છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો આ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. દરમિયાન કિવમાં રશિયન હુમલામાં ચાર લોકોના મોત થયા હતા.
સ્ટેટ ઈમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયન હુમલા બાદ ઘણી જગ્યાએ આગ લાગી હતી. ચાર લોકો તેની ઝપેટમાં આવ્યા હતા અને જેઓ મૃત્યુ પામ્યા છે. ત્યાં અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. યુક્રેન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં સુમી કેમિકલ પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીક થયો હતો.
સુમી ઓબ્લાસ્ટના ગવર્નર દિમિત્રો ઝાયવેત્સ્કીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર સવારે 4:30 વાગ્યે સુમીખિનપ્રોમ કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયું હતું. તેમણે કહ્યું કે આનાથી 2.5 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને તાત્કાલિક ભૂગર્ભમાં આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે.