
સાબરકાંઠાઃ ઈડર નાગરિક સહકારી બેંકના મેનેજર સેવાનિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો
અમદાવાદઃ ઈડરમાં ઈડરના નાગરિક સહકારી બેંકના મેનેજર પ્રકાશ પરમાર સેવા નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. પ્રકાશભાઈ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ) સાથે જોડાયેલા હતા. વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગાંધીનગર વિભાગના સંઘચાલક અને ઈડર નાગરીક સહકારી બેંકના મેનેજર પ્રકાશભાઈ પરમાર બેંકમાંથી વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ.ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આર.એસ.એસ. એ એક પરિવાર સાથેના સભ્યોને સંસ્કાર સિંચવાના કાર્ય સાથે ભારત દેશને જોડવાનુ કાર્ય કરે છે તેવુ ડૉ.ભરતભાઈ પટેલે જણાવ્યુ હતુ. મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પાંચ કુવારીકાઓના પાદુકાઓનુ પુજન કરીને આશિર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે વડીયાવીરના મહંત પૂ. શાંતિગીરીજી મહારાજ, પૂ.જ્ઞાનાનંદ સરસ્વતી મહારાજ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, સાંસદ દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાંસદ રમીલાબેન બારા, જીલ્લા પ્રભારી, ધારાસભ્યઓ શુભેચ્છા અભિવ્યક્તિ સમારંભના મિત્રો, સાધના સાપ્તાહિકના લેખક જગદીશ આણેરાવ તથા આર.એસ.એસ.ના કાયઁકરો અને સમાજના નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈડર નાગરીક બેંકના પૂર્વ ચેરમેન કૈલેસસિંહ તંવર તથા ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાન્તિભાઈ પરમાર તથા મિત્ર વતુઁળે શુભેચ્છા અભિવ્યક્તિ સમારંભનુ સંચાલન