
સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે મળશે સુરક્ષા કવચ – DGCA ની પરવાનગી મળતા રસીકરણનો થશે આરંભ
- સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે મળશે સુરક્ષા કવચ
- DGCA ની પરવાનગી જોવાઈ રહી છે રાહ
દિલ્હીઃ ત્યારથી દેશમાં કોરોના મહામારી શરુ થઈ ત્યારથી જ કોરોના રસીકરણ અભિયાન દેશભરમાં ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં રસીના 197 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જો કે કોરોના સિવાય પણ અનેક રોગો માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ જ દિશામાં ટૂંક સમયમાં સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે પણ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી શકે છે.
સરકારી સલાહકાર જૂથ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ એ ડેટાની તપાસ કર્યા પછી સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે રસીકરણની ભલામણ કરી છે.જાણકારી પ્રમાણે સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ના એક અલગ HPV કાર્યકારી જૂથે 8 જૂને ક્લિનિકલ ટ્રાયલના ડેટા અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવા માટે રસીની ઉપયોગિતાની સમીક્ષા કરી હતી.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશની નિષ્ણાત સમિતિએ 15 જૂને રસીના વિતરણ માટે મંજૂરીની ભલામણ કરી હતી. જોકે, આ સમગ્ર મામલે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દર વર્ષે લાખો મહિલાઓને સર્વાઇકલ અને અન્ય કેટલાક પ્રકારના કેન્સરનું નિદાન થાય છે. આટલું જ નહીં, પીડિતોના મૃત્યુનું પ્રમાણ પણ ઘણું વધારે છે. ભારતમાં 15 થી 44 વર્ષની વય જૂથની સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર એ બીજું સૌથી સામાન્ય કેન્સર છે. ત્યારે હવે કોરોનાની જેમ આ બન્ને રોગો સામે પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવાની પ્રક્રીયા ટૂંક સમયમાં હાથ ધરાશે.આ માટે ડીજીસીઆની પરવાનગી મળવાની જ રાહ જોવાઈ રહી છે.