1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો
દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો

દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સ્વદેશી વસ્તુઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્‍ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પર કરાવી દીધું છે. છેલ્લા 9 વર્ષમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્‍વદેશી ખાદી ઉત્‍પાદનના વેચાણમાં 332 ટકાનો અદભુત વધારો થયો છે. આગામી વર્ષોમાં ખાદીના વેચાણમાં વધારો થશે.

નાણાકીય વર્ષ 2013-14માં ખાદી અને ગ્રામ ઉદ્યોગનું ટર્નઓવર માત્ર 31154 કરોડ હતું. તે નાણાકીય વર્ષ 2022-23 માં વધીને 1.34 લાખ કરોડના અત્‍યાર સુધીના સૌથી સર્વોચ્‍ચ સ્‍થાન સુધી પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ગ્રામીણ વિસ્‍તારોમાં 9.44 લાખ નવી નોકરીઓનું સર્જન કરી અને રેકોર્ડ સર્જી દીધો છે. સરકાર દ્વારા ખાદીનું ઉત્પાદનમાં વધારો થાય અને રોજગારીની નવી તકો ઉભી થાય તે માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. ખાદીને હવે લોકો પસંદ કરી રહ્યાં છે. ખાદીના વેચાણ માટે વિવિધ શહેરોમાં સ્ટોર પણ ઉભા કરવામાં આવ્યાં છે.

વર્ષ 2013-14માં જ્યાં ખાદીના કપડાંનું ઉત્પાદન રૂ. 811 કરોડ હતું, ત્યાં 260 ટકાના ઉછાળા સાથે તે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2916 કરોડના આંકડા પર પહોંચી ગયું છે. ખાદી ફેબ્રિકના વેચાણમાં પણ છેલ્લા 9 નાણાકીય વર્ષમાં 450 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જેણે એક નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ 2013-14માં જ્યાં તેનું વેચાણ રૂ. 1,081 કરોડ હતું, ત્યાં 2022-23માં તે 450 ટકા વધીને રૂ. 5,943 કરોડે પહોંચ્યું હતું. કોવિડ-19 પછી સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક કપડાની માગ વધી છે. આ કારણે ખાદીના કપડાની માગ પણ ઝડપથી વધી રહી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code