1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાને ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની કરી જાહેરાત
સલમાન ખાને ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની કરી જાહેરાત

સલમાન ખાને ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની કરી જાહેરાત

0
Social Share
  • સલમાન ખાનની મોટી જાહેરાત
  • બજરંગી ભાઈજાનની સિક્વલની કરી જાહેરાત
  • એસએસ રાજામૌલીના પિતા લખશે સ્ક્રિપ્ટ  

મુંબઈ: એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ આરઆરઆર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રામ ચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મની ટીમ હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. રવિવારે મુંબઈમાં RRRની પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી,જેમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને હાજરી આપી હતી.

આ ઈવેન્ટમાં સામેલ થવા માટે સલમાન ખાન સીધા એરપોર્ટથી આવ્યા હતા. જ્યાં તેણે એક ખાસ જાહેરાત કરી હતી, જેના પછી તેના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે. સલમાને ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની જાહેરાત કરી છે.

બજરંગી ભાઈજાન સલમાન ખાનના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. હવે તે આ ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યો છે, જેની જાહેરાત તેણે કરી છે. તેમણે કહ્યું કે,આ ફિલ્મની સ્ક્રિપ્ટ એસએસ રાજામૌલીના પિતા વિજેન્દ્ર પ્રસાદ લખશે.તેણે સ્ક્રિપ્ટ પણ લખી દીધી છે.

બજરંગી ભાઈજાનનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું.આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ 17 જુલાઈ 2015ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code