Homeગુજરાતીએક્ટ્રેસ મોની રોય એ સૂરજ નામ્બિયાર સાથે લીધા સાતફેરા- સોશિયલ મીડિયા પર...

એક્ટ્રેસ મોની રોય એ સૂરજ નામ્બિયાર સાથે લીધા સાતફેરા- સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

  • મોની રોય મિસેજ નામ્બિયાર બની
  • આજ રોજ ગોવા ખાતે કર્યા લગ્ન
  • સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

 

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ મોની રોયના લગ્નની ચર્ચાઓ જોરમાં ચાલી રહી છે, ત્યારે હવે ફાઈનલી મોની રોયે સુજર નામ્બિયાર સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે, આ કપલના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે.ત્યારે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ ગોવામાં લગ્ન કર્યા છે. તેમના મિત્ર અર્જુન બિજલાનીએ પહેલો ફોટો શેર કર્યો અને લખ્યું, મિસ્ટર અને મિસિસ નામ્બિયાર. મૌની રોયના ચાહકો અને મિત્રો ફોટોને ખૂબ લાઈક કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂરજ નામ્બિયાર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી નથી. અહેવાલો અનુસાર, તે દુબઈ સ્થિત બેંકર છે. મૌની અને તેના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. મૌનીના ફેન પેજ પર ઘણા ફોટો અને વીડિયો પણ જોવા મળે છે. બંને 2019 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

મૌની રોય સૂરજ નામ્બિયારની પત્ની બની છે.આજ રોજ 27 જાન્યુઆરીએ બંનેએ ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા છે. લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર વેડિંગ સેરેમનીના ફોટો અને વીડિયો ધૂમ મચાવી રહ્યા હતા. લગ્નમાં તેના ખાસ મિત્રો અર્જુન બિજલાની, મંદિરા બેદી, આશકા ગોરાડિયા સહિત નજીકના લોકોએ હાજરી આપી હતી. મૌની અને સૂરજ કેટલાંક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. મૌની આ વાતને લાંબા સમય સુધી છુપાવવામાં સફળ રહી.જો કે છેવટે આ કપલે સાત ફેરા લઈ લીધા છે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments