
મુંબઈમાં વરસાદથી તબાહીના દ્રશ્યોઃ મૃતકો માટે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી વળતરની કરી જાહેરાત
- મુંબઈમાં વરસાદના કારણે ભયંકર સ્થિતિ
- મૃતકો માટે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
- પીએમ મોદીએ મૃતકના પરિવાર માટે વળતરની જાહેરાત કરી
મુંબઈઃ સમગ્ર દેશમાં ચોમાસું જામી ચૂક્યું છે,મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી રહી છે. શનિવારની રાતથી મુંબઇમાં ભારે વરસાદના આગમનને લઈને અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે,અનેક સ્થળો એ દુર્ઘટના સર્જાયેલી જોવા મળી છે,આ વરસાદ આજ રોજ રવિવારની સવારથી સતત વરસી રહ્યો છે, જેના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to wall collapses in Mumbai. Rs. 50,000 would be given to those injured.
— PMO India (@PMOIndia) July 18, 2021
મુંબઈમાં દિવાલ પડવાની બે જુદી જુદી ઘટનાઓમાં કુલ 20 લોકોના મોત થયા છે, ત્યારે હવે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતો અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના થયેલા મોતથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ આ દુઃખના સમયમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય. ‘
ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન હાલમાં મુંબઈના માર્ગો પર પૂરનો નજારો જોવા મળી રહ્યો છે, જ્યારે મયાનગરીની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેન સેવા પણ સ્થિર થઈ ગઈ છે. મુશળધાર વરસાદને પગલે મુંબઇના હનુમાન નગરથી કાંદિવલી વિસ્તાર સુધી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સવારે પાણી ભરાતા મુંબઇની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.