મોંગો સિપ , ઓક્સી સિપ, ફ્રુટ શોપ અને મનપસંદ ORS જેવી જાણીતી કંપનીઓને નિયમોના ઉલ્લઘંન માટે SEBI એ ફટકાર્યો દંડ
- ઠંડાપીણાની કંપનીઓ પર સેબીનું એક્શન
- અનેક કંપનીઓને નિયમોના ઉલ્લઘંન માટે ફટકાર્યો દંડ
દિલ્હીઃ- માર્કેટ કંટ્રોલર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBI દ્રારા ઠંડાપીણાની કંપની પર તવાઈ બોલાવવામાં આવી છે નિયમોનું ઉલ્લઘંન કરવા બદલ 2 થી વધુ કપંનીઓ સામે કાર્યવાહી કરતા દંડ ફટકારવામાં આવ્યો છે.
સેબી એ જે મેંગો સિપ, ઓક્સી સિપ, ફ્રુટ શોપ અને મનપસંદ ORS, મનપસંદ બ્નોરેવરેજ સહીત બિઝનેસ કરતી કંપની છે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરવા બદલ તેમણે આ પગલું ભર્યું છે સેબીએ કંપનીના સીએમડી સહિત 8 અધિકારીઓ પર લગભગ 35 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કંપની દ્વારા નાણાકીય ડેટામાં ગડબડ કરવાના આરોપોની તપાસ કર્યા બાદ સેબીએ દંડનો આ આદેશ પસાર કર્યો છે.
સેબી દ્વારા કંપનીના ખાતાઓની તપાસ કરવા માટે સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે કંપનીએ બે વખત ક્યૂપીઆઈ દસ્તાવેજમાં આપેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટદ્વારા બજારમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કર્યો હતો.કંપનીએ ફિક્સ્ડ ડિપોઝિટ ગીરવે મૂકીને તેના દેવુંને દૂર કરવા માટે રૂ. 64 કરોડનો ગેરઉપયોગ કર્યો હતો કંપનીએ ક્યૂપીઆઈ નાણા નોન-કન્વર્ટિબલ રિડીમેબલ ડિબેન્ચરમાં રોકાણ કર્યા હતા. જોકે, ક્યૂપીઆઈ દસ્તાવેજમાં ક્યાંય પણ આનો ઉલ્લેખ નહોતો.
ફોરેન્સિક ઓડિટરનો તપાસ રિપોર્ટ બહાર આવ્યા બાદ બાબર પર 2-2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 5 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ મામલે હવે સેબીએ કાર્યવાહી કરતા દંડ ફચકાર્યો છે.