જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,4 આતંકીઓને કર્યા ઠાર
- સુરક્ષાદળોએ 4 આંતકીઓનો કર્યો ઠાર
- સંયુક્ત ઓપરેશન માટે ડ્રોનનો કરાયો ઉપયોગ
- જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બની ઘટના
શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે આજે સવારે ફરી એન્કાઉન્ટર શરૂ થયું હતું. ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરનકોટમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.નિયંત્રણ રેખાની બીજી બાજુથી ISI અને આતંકવાદી સંગઠનોના નેતાઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની આસપાસ મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાની સૂચના આપી છે.
25 જૂનના રોજ ચક્કા દા બાગમાં પણ સુરક્ષા દળોએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમના મૃતદેહ ઝીરો લાઇન પર પડ્યા હતા, જે બહાર કાઢી શકાયા ન હતા. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો. સોમવારે ચક્કા દા બાગમાં ઢગલાબંધ આતંકીના મૃતદેહને મોડી સાંજે પોસ્ટમોર્ટમ માટે પૂંછની રાજા સુખદેવ સિંહ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.


