1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન
અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

0
Social Share
  • તાલિબાનનો અફઘાનમાં આતંક
  • અફઘાનિલ્તાને માંગી ભઆરત પાસે મદદ
  • સંયૂક્ત રાષ્ટ્રની બેઠક બોલાવા કહ્યું
  • એસજયશંકર સાથે અફઘાનના વિદેશમંત્રીએ કરી વાતચીત

 

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે આંતક ફેલાવાઈ રહ્યો છે તેને જોતા અફઘાનિસ્તાન પરિસ્થિતિ વધુને વધુ નાજુક બનતી જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની પમ ઘટના બની હતી ત્યારે હવે અફઘાનિસ્તાને  ભારત પાસે તાલિબાનથી બચાવવા માટે વિનંતી કરી છે.

આ માટે મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે તાલિબાન અને વિદેશી આતંકવાદી જૂથો દ્વારા હુમલાઓથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ઝડપથી વણસી રહેલી સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પરિસ્થિતિ સુધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવવાની પણ વાત કરી હતી.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અતમારે વિદેશી લડવૈયાઓ અને આતંકવાદી જૂથો સાથે મળીને તાલિબાનના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને આ ક્ષેત્રની સ્થિરતા અને સુરક્ષા પર તેમના સંભવિત પરિણામો ગણાવ્યા હતા.

આ સાથે જ વિદેશ મંત્રી અતમારે જયશંકર સાથે તાલિબાન અને વિદેશી આતંકવાદી જૂથો દ્વારા વધતી હિંસા અને વ્યાપક માનવ અધિકારોના ઉલ્લંઘન વિશે વાત કરી હતી. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે અફઘાનિસ્તાનમાં હિંસાના તાત્કાલિક અંત પર ધ્યાન કેન્દ્રિત કરીને સુરક્ષા પરિષદની બેઠક યોજવામાં આવે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code