1. Home
  2. ગુજરાતી
  3. એક્ટ્રેસ શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ, હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ
એક્ટ્રેસ શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ, હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ

એક્ટ્રેસ શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ, હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ

0
Social Share

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે. ખાંસી અને શરદી થવાને કારણે એક રુટિન ચેકઅપ દરમિયાન શબાના આઝમી ફ્લૂથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. તેઓ હાલ હોસ્પિટલમાં ભરતી છે. જો કે શબાના આઝમી પોતાના ખાલી સમયનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

શબાના આઝમીએ કહ્યું છે કે મને ખૂબ મુશ્કેલીથી આત્મનિરીક્ષણનો મોકો મળ્યો છે. માટે આ મામરા માટે બ્રેકની જેમ છે. હું હોસ્પિટલમાં ભરતી છું અને મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લે શબાના આઝમીની ફિલ્મ ધ બ્લેક પ્રિન્સ 2017માં રૂપેરી પડદે દેખાઈ હતી. આ ફિલ્મ પંજાબી, ઈંગ્લિશ અને હિંદી એમ ત્રણ ભાષામાં બની હતી.

હાલ આખા દેશમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ ચાલુ છે. સ્વાઈન ફ્લૂને કારણે ગત સપ્તાહે 86 લોકોના જીવ ગયા હતા. જેમાં દેશભરમાં એચવનએનવનના ચેપથી મરનારાઓની સંખ્યા વધીને 312 થઈ છે. આ સિવાય નવ હજાર જેટલા લોકો સ્વાઈન ફ્લૂની બીમારીથી પીડિત છે.

કેવી રીતે ઓળખશો સ્વાઈન ફ્લૂને?

લક્ષણો:

નાકમાંથી સતત પાણી આવવું

વારંવાર છીંક આવવી

કફ, શરદી અને સતત ખાંસી રહેવી

માંસપેશીઓનું અકડાઈ જવું અથવા તેમા દર્દ રહેવું

તાવની સાથે માથામાં સખત દુખાવો

નિંદર નહીં આવવી

વધુ થાક લાગવો

ગળામાં ખરાશ રહેવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code