1. Home
  2. ગુજરાતી
  3. બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનનો આજે 58મો જન્મ દિવસ – મોડી રાતે મન્નત બહાર ફેન્સની ભીડ જામી
બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનનો આજે 58મો જન્મ દિવસ – મોડી  રાતે  મન્નત બહાર ફેન્સની ભીડ જામી

બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનનો આજે 58મો જન્મ દિવસ – મોડી રાતે મન્નત બહાર ફેન્સની ભીડ જામી

0
Social Share

 

મુંબઈ :બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાહરૂખ ખાન બી ટાઉનમાં એવો એકટર છે જેણે ખૂબ જ નામના મેળવી છે કોલેજ કાળ દરમિયાન સંઘર્ષ કરીને તેણે પોતાનું નામ જમાવ્યું છે.

આ વખતે પણ  દર વર્ષની જેમ આ વખતે પણ તેના ઘરની બહાર ઉભેલા ચાહકો મન્નત તેનો જન્મદિવસ ઉજવવા આવ્યા હતા. જ્યાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસ કિંગ ખાને પોતાની હાજરી સાથે ઉજવ્યો હતો, જેનો વીડિયો  પણ સામે આવ્યો છે. આમાં તેણે પોતાની આગવી શૈલીમાં ચાહકોનો આભાર માન્યો હતો.

શાહરૂખ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે મન્નતની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તેની ઝલક પાપારાઝીએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે. જ્યાં ચાહકો ફટાકડા ફોડતા જોવા મળે છે.
https://www.instagram.com/viralbhayani/?utm_source=ig_embed&ig_rid=5c9cf359-51ab-412d-831e-4493c52c3d17

2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં જન્મેલા શાહરૂખે ટેલિવિઝન શો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેમના પ્રથમ ટેલિવિઝન શોનું નામ ‘ફૌજી’ હતું.આ સિવાય શાહરૂખે વાગલે કી દુનિયા અને સર્કસ ટેલિવિઝન શોમાં પણ અભિનય કર્યો હતો.

કહેવાય છે કે,તેણે પહેલી ફિલ્મ ‘દિલ આસના હૈ’ સાઈન કરી હતી. અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘દીવાના’ વર્ષ 1992 માં 25 જૂને રિલીઝ થઈ હતી. અને તેણે આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ જીત્યો હતો.

હાલમાં શાહરૂખે બોલિવૂડમાં રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શનની તમામ ફિલ્મો કરી છે. તેમણે સુપરહિટ ફિલ્મો ડર, કુછ-કુછ હોતા હૈ, યસ બોસ, કભી ખુશી કભી ગમ, ચેન્નાઈ એક્સપ્રેસ, DDLJ, મોહબ્બતેં, બાદશાહ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તાજેતર માં પઠાણ અને જવાન ફિલ્મ થકી ફરી તેઓ ચર્ચામાં છવાયા હતા આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે2023ની શરૂઆતમાં પઠાણ અને હવે જવાનની બેક ટુ બેક સફળતા બાદ શાહરૂખ ખાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય 2 નવેમ્બરે તેમની ફિલ્મ જવાન ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર અનકટ વર્ઝન સાથે રિલીઝ થઈ છે. હવે કિંગ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે આજ રો આ ફિલ્મની ટીઝર રિલીઝ કરવામાં આવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code