
શાહરુખ ખાનની ફિલ્મ જવાન હવે 900 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં , તૂટશે આ રેકોર્ડ
મુંબઈઃ- શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થી ત્યારથી જ ચર્ચામાં છે ત્યારે હવે આ ફિલ્મ અનેક રેકોર્ડ બનાવી રહી છએ હવે ફિલ્મ વર્લ્ડ વાઈડ 900 કરોડની કમાણી કરવાના આરે પહોંચી ચૂકી છે.
જાણકારી પ્રમાણે ફિલ્મ જવાન વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શનથી ઘૂમ મચાવી રહી છે. શાહરૂખ ખાન-નયનથારાની જોડીએ જવાન સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વિશ્વભરમાં દરરોજ સારો બિઝનેસ કરી રહી છે.
માહિતી અનુસાર રવિવાર સુધી 800 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી જવાન હવે 900 કરોડ રૂપિયા તરફ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં એસએસ રાજામૌલીની ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે.
એક તરફ જ્યા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની કમાણી સ્થાનિક બોક્સ ઓફિસ પર દિવસેને દિવસે ઘટી રહી હોય, પરંતુ ફિલ્મ ચોક્કસપણે વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રવિવારે સિંગલ ડે પર વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે, Sanlik.com ના અહેવાલ પ્રમાણે, એટલી દ્વારા નિર્દેશિત ‘જવાન’ એ સોમવાર સુધીમાં કુલ 860 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે. એટલે કે સોમવારે એક જ દિવસે ફિલ્મની કુલ કમાણી 58 થી 60 કરોડ રૂપિયાની વચ્ચે છે, જે ઘણી સારી છે.