1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી અને LNG ટર્મિનલ માટે રૂ.3500 કરોડનું રોકાણ થશે
ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી અને LNG ટર્મિનલ  માટે રૂ.3500 કરોડનું રોકાણ થશે

ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી અને LNG ટર્મિનલ માટે રૂ.3500 કરોડનું રોકાણ થશે

0
Social Share

ગાંધીનગરઃ ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ વાઇબ્રન્ટ સમિટ દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમના ચોથા તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તા. 23 ઓગસ્ટ બુધવારે એક MoU કરવામાં આવ્યો હતો. શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ MoU અન્‍વયે રૂ. 2200  કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200  એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવત: 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે.

આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 800 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે બે હજાર લોકોને રોજગારી આ ક્ષેત્ર પૂરી પાડશે. તેમના આ પ્રોજેક્ટ આગામી 2027 સુધીમાં કાર્યરત થવાના છે. રાજ્ય સરકાર સાથે કરેલા આ MoU અનુસાર શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટીગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં રૂ.500 કરોડનું રોકાણ કરવાની છે.

આ પ્રોજેક્ટમાં 375  લોકોને રોજગાર અવસર મળતા થશે તથા આ પ્રોજેક્ટ પણ સંભવત: 2027 સુધીમાં વાણિજ્યિક ઉત્પાદન કરતો થઈ જશે. વાયબ્રન્‍ટ સમિટ-2024 નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ત્રણ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 3874 કરોડના રોકાણોના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં- 2100 , એન્‍જિનીયરીંગ સેક્ટરમાં-700 , ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500  અને કેમિકલ સેક્ટરમાં- 3085  સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. ચોથી કડીમાં એક જ દિવસમાં રૂ. ૩૫૦૦ કરોડના રોકાણો માટે શેલ એનર્જી ઇન્ડિયા પાઇવેટ લિમિટેડ દ્વારા MoU થયો છે.

શેલ એનર્જી છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં બહુ સરળતા પૂર્વક પોતાનો વ્યવસાય કારોબાર વિસ્તારી શકી છે તેના મૂળમાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે તેની સરાહના શેલ ગ્રુપ ઓફ કંપનીઝ નાં ચેરમેન  નીતીન પ્રસાદે કરી હતી. ગુજરાત રિન્યુઅલ એનર્જી સેક્ટરમાં દેશમાં લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલીસીઝ અને બેસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝને કારણે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code