1. Home
  2. ગુજરાતી
  3. ઈસ્માઈલ હનિયાના મૃત્યુ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો, બે મહિનાથી ચાલતુ હતુ પ્લાનિંગ
ઈસ્માઈલ હનિયાના મૃત્યુ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો, બે મહિનાથી ચાલતુ હતુ પ્લાનિંગ

ઈસ્માઈલ હનિયાના મૃત્યુ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો, બે મહિનાથી ચાલતુ હતુ પ્લાનિંગ

0
Social Share

નવી દિલ્હીઃ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાના મોતને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઈરાનની રાજધાની તેહરાન ગયા હતા. હાનિયાની હત્યા એ ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી જ્યાં ઈરાની આર્મી આઈઆરજીસી રોકાઈ હતી. રિપોર્ટ અનુસાર, જે બોમ્બથી હાનિયાની હત્યા કરવામાં આવી હતી તે બોમ્બની દાણચોરી કરીને તેહરાનમાં બે મહિના પહેલા પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બે મહિના પહેલા દાણચોરી કરીને તેહરાનના એ જ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યો હતો જ્યાં ઈસ્માઈલ હાનિયા રોકાયો હતો. ઈરાની આર્મી આઈઆરજીસી અને ઘણા અધિકારીઓને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આ માહિતી શેર કરવામાં આવી છે. આ નવો ખુલાસો પ્રારંભિક દાવાઓથી સંપૂર્ણપણે અલગ છે.

અહેવાલમાં ઈરાનના કેટલાક અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેહરાનમાં ઈસ્માઈલની હત્યા ઈરાની સેના માટે ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે જે ગેસ્ટ હાઉસમાં ઈસ્માઈલ હાનિયા અને ઘણા નેતાઓ રોકાયા હતા તે IRGC દ્વારા ચલાવવામાં આવે છે. હાનિયા તેહરામાં નેશાહત નામના IRGC કમ્પાઉન્ડમાં રહેતો હતો. આ કમ્પાઉન્ડનો ઉપયોગ સિક્રેટ મીટિંગ્સ અને હાઈ પ્રોફાઈલ ગેસ્ટ માટે થતો હતો.

આઈઆરજીસીના અધિકારીઓએ જણાવ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત એક બોમ્બ વિસ્ફોટમાં થયું છે, આ બોમ્બ રિમોટ કંટ્રોલ હતો. બોમ્બ વિસ્ફોટ થતાં જ ગેસ્ટ હાઉસની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી અને બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બોમ્બ બ્લાસ્ટને કારણે હાનિયાની બાજુના રૂમમાં વધુ નુકસાન થયું નથી. પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનો નેતા ઝિયાદ નખલેહ બાજુના રૂમમાં રોકાયો હતો. આ બ્લાસ્ટથી એ વાતની પુષ્ટિ થઈ છે કે હાનિયાની હત્યા ફૂલપ્રૂફ પ્લાનિંગ મુજબ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ બોમ્બ બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 2 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ થતાં જ મેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાનિયા અને તેના ગાર્ડને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ હમાસના એક વરિષ્ઠ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે હાનિયાનો મૃતદેહ જોયો. આ ઘટના બાદ કુદ્સ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ ગનીએ ઈરાનના સુપ્રીમ લીડર ખમેનાઈને હાનિયાના મોત અંગે જાણકારી આપી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code