1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને હવાઈ યાત્રામાં નોંધપાત્ર  વધારો ,માત્ર એક દિવસમાં 4.6 લાખ લોકો એ કરી યાત્રા
વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને હવાઈ યાત્રામાં નોંધપાત્ર  વધારો ,માત્ર એક દિવસમાં 4.6 લાખ લોકો એ કરી યાત્રા

વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને હવાઈ યાત્રામાં નોંધપાત્ર  વધારો ,માત્ર એક દિવસમાં 4.6 લાખ લોકો એ કરી યાત્રા

0
Social Share

દિલ્હી – વિતેલા દિવસને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્હે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી જેને લઈને અમદાવાદ  શહેરમાં લોકોની ભારે ભીડ જોવા માંડી હતી દેશ વિદેશ સહિત ભારતના જુદા જુદા રાજયોમાંથી મેચ જોવા દર્શકો નરેનદતર મોડી સ્ટેડિયમ પહોંચ્યા  હતા જેને લઈને હવાઈ યાત્રામાં ગાઈકલાલે નોંધપાત્ર  વધારો નોંધ્યો હતો.

જાણકારી મુજબ આ ફાઈનલ મેચ પહેલા એર ટ્રાફિકમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. દિવાળી દરમિયાન પણ આટલા મુસાફરોએ હવાઈ મુસાફરી કરી નથી જેટલી ગઇકાલે લોકો એ મુસાફરી કરી છે .
ફાઈનલ પહેલા શનિવારે લગભગ 4.6 લાખ મુસાફરોએ ઘરેલુ હવાઈ મુસાફરી કરી હતી. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ દિવાળીની સિઝનમાં દૈનિક હવાઈ મુસાફરોની સંખ્યા ઓછી રહી છે. એક દિવસમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા 4 લાખ સુધી પહોંચી નથી.
જો વાત કરવામાં આવે મુંબઈ એરપોર્ટેની તો શનિવારે એક દિવસનો સૌથી વધુ ટ્રાફિક નોંધાયું હતું . અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે, ‘એક ઐતિહાસિક સિદ્ધિ! મુંબઈ એરપોર્ટનું નવું માઈલસ્ટોન – સિંગલ રનવે એરપોર્ટે એક જ દિવસમાં (18 નવેમ્બરે) રેકોર્ડબ્રેક 1,61,760 મુસાફરોને સેવા આપી છે.’
આ સાથે જ કહવામાં આવ્યું કે આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે સ્થાનિક હવાઈ મુસાફરી ઓછી રહી હતી. તહેવારોની મોસમ માટે આ ખૂબ જ અસામાન્ય છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે ટ્વિટ કર્યું, ‘ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ. 18 નવેમ્બરે અમે 4,56,748 ડોમેસ્ટિક પેસેન્જરો સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code