
ઈટાવાઃ- દેશભરમાં દિવસેને દિવસે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ વધતા જઈ રહ્યા છે કેન્જ્રની સરકારે અનેક વખત પ્રતિબંધ પણ લાગૂ કર્યો છે જો કે સંપૂર્ણ રીતે તેના પર પ્રતિબંઘ લાવવાની કવાયત હજી સુધી સફળ નિવડી નથી ત્યારે હવે વધુ એક રાજ્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન કરવા જઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આસામની સરકારે હવે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને કડકાઈ દર્શાવી છે.આસામ સરકાર આ વર્ષે 2 જી ઑક્ટોબરથી 1 લિટરથી ઓછી પોલિઇથિલિન ટેરેફ્થાલેટ થી બનેલી પીવાના પાણીની બોટલોના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
આ સહીત આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં શુક્રવારે ગુવાહાટીમાં જનતા ભવનમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સીએમ શર્માએ કેબિનેટના તમામ નિર્ણયો વિશે મીડિયાને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી છે.
આ સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો, 2021 મુજબ રાજ્યમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કડક અમલીકરણને મંજૂરી આપી છે અને આ પ્રતિબંધ આ વર્ષે 2 ઓક્ટોબરથી અમલમાં આવશે. આવતા વર્ષે 2 ઑક્ટોબરથી 2 લિટરથી ઓછા જથ્થાની’ પીવાના પાણીની બોટલોના ઉત્પાદન અને ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.