
તો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપત કે ભગવાન કૃષ્ણએ કરપ્શન કર્યું, આચાર્ય પ્રમોદ કૃષ્ણમને શું કહ્યું પીએમ મોદીએ
સંભલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્કિ ધામનો શિલાન્યાસ કરતા કહ્યુ કે કેટલાક લોકો બધાં સારા કામ મારા માટે જ છોડી ગયા છે. સંતો અને જનતાના આશિર્વાદ રહ્યા તો આગળ પણ આવું થશે. તેમણે કહ્યુ છે કે આજે આપણે દેશમાં જે સંસ્કૃતિક ઉદ જોઈ રહ્યા છીએ, તેની પ્રેરણા આપણા છત્રપતિ શિવાજી મહારાજમાંથી મળે છે. આજે તેમની જન્મજયંતી પણ છે. પીએમ મોદીએ કહ્યુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે અહીં કહ્યુ કે સૌની પાસે આપવા માટે કંઈને કંઈ હોય છે, પરંતુ હું કંઈ આપી શકીશ નહીં. માત્ર ભાવના પ્રગટ કરી શકું છું. સારું થયું કે કંઈ આપ્યું નહીં. નહીંતર જમાનો એવો બદલાય ગયો છે કે જો આજના યુગમાં સુદામા શ્રીકૃષ્ણને એક પોટલીમાં ચોકા આપત તો વીડિયો બહાર આવત અને પીઆઈએલ દાખલ થાત. જજમેન્ટ આવત કે ભગવાન શ્રીકૃષ્ણને ભ્રષ્ટાચારમાં કંઈક આપવામાં આવ્યું અને ભગવાન કરપ્શન કરી રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યુ છે કે આનો વીડિયો સુપ્રીમ કોર્ટ પહોંચી જાત. તેમની આ વાતથી મંચ પર બેઠેલા તમામ સંત હસવા લાગ્યા. આ મોકા પર પીએમ મોદીએ કહ્યુ કે આ ધામમાં ભગવાન વિષ્ણુના 10 સ્વરૂપ હશે અહીં તમામ સ્વરૂપોની એક સાથે સ્થાપના થશે. તેમણે કહ્યુ છે કે જે કલ્પનાથી પર હતું તે થઈ ગયું છે. 500 વર્ષની રાહ જોયા બાદ રામમંદિર બની રહ્યું છે. હવે કલ્કિ ધામના શિલાયના્સના આપણે લોકો સાક્ષી બન્યા છીએ અને કાશીનો પણ કાયાકલ્પ થઈ રહ્યો છે. મહાકાલના મહાલોકનો મહિમા પણ આપણે જોયો છે. સોમનાથનો વિકાસ જોયો છે અને કેદારનાથ ઘાટીનું પુનર્નિમાણ જોયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મેં પહેલા જ કહ્યુ હતુ કે 22 જાન્યુઆરથી એક નવું કાળચક્ર શરૂ થશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ એક હજાર વર્ષો સુધી રામરાજ્યનો પ્રભાવ રહેશે. તેમણે કહ્યુ છે કે ભગવાન રામે જ્યારે શાસન કર્યું, તો તેનો પ્રભાવ હજારો વર્ષો સુધી રહ્યો. હવે રામલાલની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રભાવ પણ એક હજાર વર્ષ સુધી રહેશે. એટલું જ નહીં, તેમણે કહ્યુ છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ભગવાન કલ્કિનો ઘણો અભ્યાસ કર્યો છે. તેમનો પણ અવતાર થશે અને સમાજનું કલ્યાણ થશે. તેમણે કહ્યુ છે કે કલ્કિ ધામ એક એવું સ્થાન છે, જે એ ભગવાનને સમર્પિત છે, જેમનો હજી અવતાર બાકી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમે કલ્પના કરો કે આપણાં શાસ્ત્રોમાં કેવી રીતે ભવિષ્યની ચીજો પણ લખેલી છે. આ વાત અદભૂત છે કે આજે પ્રમોદ ક઼ૃષ્ણમ જેવા લોકો એ માન્યતાઓને આગળ વધારી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. પરંતુ ગત કેટલાક દિવસો પહેલા તેમનો વૈચારિક મતભેદ થયો હતો. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને કલ્કિ ધામ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેના પછી કોંગ્રેસે તેમને પાર્ટીથી બહાર કરી દીધા હતા. પીએમ મોદીએ કહ્યુ કે આચાર્યજીને મંદિર માટે ગત સરકારો સાથે લાંબી લડાઈ લડવી પડી. એક સમયમાં તેમમે એ પણ કહ્યુ કે મંદિર બનાવવાથી શાંતિ વ્યવસ્થા બગડી જશે.