
સોનિયા ગાંધીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા
- સાનિયા ગાંધીએ રિશી સનકને પાઠવ્યા અભિનંદન
- પત્ર લખીને પીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી
દિલ્હીઃ- તાજેતરમાં બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનક બન્યા છે જેઓને ભારતભરમાંથી અભિનંદન આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીએ વિતેલા દિવસને બુધવારે બ્રિટનના નવા વડા પ્રધાન બનવા પર રિશી સુનકને અભિનંદન આપ્યા હતા. તે જ સમયે, સોનિયાએ આશા વ્યક્ત કરી હતી કે સુનકના કાર્યકાળ દરમિયાન ભારત-યુકે સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે.
ભારતીય મૂળના ઋષિ સુનકને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ બ્રિટનના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે જે ખૂબ જ ગર્વની વાત છે.બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનકને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો હંમેશા ખાસ રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના 42 વર્ષીય ઋષિ સુનકે મંગળવારે 25 ઓક્ટોબરના દિવસે બ્રિટિશ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો આના પર ગર્વ અનુભવી રહ્યા છે. ઋષિ સુનકની આ સિદ્ધિ પર દુનિયાના ખૂણે ખૂણેથી તેમને અભિનંદન પાઠવતા લોકોની ભીડ જોવા મળી રહી છે.આ સાથે જ સુનક બ્રિટનના 210 વર્ષના ઈતિહાસમાં વડાપ્રધાન બનનાર સૌથી યુવા નેતા હશે.