
સાઉથના જાણીતા સ્ટાર ઘનુષનો આજે જન્મદિવસ – નહોતું બનવું એક્ટર છંત્તા આજે એક સફળ અભિનેતા સાબિત થયા
- સાઉથના જાણીતા સ્ટાર ઘનુષનો આજે જન્મદિવસ
- માસ્ટરસેફ બનવા માંગતા હતા
- તેઓને ક્યારેય એક્ટર બનવું ન હતું
- આજે એક સફળ અભિનેતા સાબિત થયા
મુંબઈ- આજે 28 જૂલાઈ એટલે સાઉથના સુપર સ્ટાર ઘનુષનો જમ્નદિવસ, જો કે તેમણે ક્યારેય નહોતું વિટાર્યું કે તેઓ એક એક્ટર બનશે તેઓને કુકિંગમાં ઘણો રસ હતો પરંતુ તેમની કિસ્મતે તેમને એક્ટર બનાવ્યા.આ સાથે જ બોલિવૂડમાં પણ તેમણે ઘણી સુપર હિટ ફિલ્મો આપી ,ઘનુષની ફિલ્મ ‘રાંઝણા’ને બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી આ ફિલ્મની સાથે ધનુષને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
ધનુષને ભારતનો સ્ટાર માનવામાં આવે છે. સાઉથની સાથે સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી. અભિનેતાના ચાહકો તેને ધનુષ તરીકે ઓળખે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ધનુષનું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે
પોતાના અભિનયથી બધાને દિવાના બનાવનાર ધનુષ ક્યારેય એક્ટર બનવા માંગતો ન હતો. હા, તમે કદાચ માનશો નહીં, પરંતુ તેણે આ ક્ષેત્રમાં મજબૂરીમાં આવવું પડ્યું. ધનુષને અભિનયની સાથે સંગીતમાં પણ ઘણો રસ છે. પરંતુ, વાસ્તવિક જીવનમાં તેનો રસ કુકિંગ અને બીજાને ખવડાવવામાં છે. તે પોતાના શોખને પણ વ્યવસાય બનાવવા માંગતો હતો.
ધનુષ હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવીને શેફ બનવા માંગતો હતો. પરંતુ, દિગ્દર્શકોના પરિવારમાં જન્મેલા ધનુષને પરિવારના સભ્યોના દબાણને કારણે અભિનયની દુનિયામાં પ્રવેશ કરવો પડ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ ‘થુલ્લુવધો ઈલામાઈ’ હતી, જેનું નિર્દેશન તેમના પિતા કસ્તુરી રાજાએ કર્યું હતું.
ધનુષ માત્ર ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા જ નથી, પણ નિર્માતા, ગીતકાર અને ગાયક પણ છે. તેણે તેનું ગીત ‘વ્હાય ધિસ કોલાવેરી દી’ માત્ર છ મિનિટમાં લખ્યું આ ગીતનું પ્રથમ રેકોર્ડિંગ 35 મિનિટમાં તૈયાર થઈ ગયું હતું.
ધનુષે 2004માં સુપરસ્ટાર રજનીકાંન્તની પુત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત કાઢલ કોંડે ના શો દરમિયાન થઈ હતી અને જલ્દી જ તેઓ સારા મિત્ર બની ગયા હતા. બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બન્ને લગ્ન કરી લીધા.