
- સપાના નેતા મુલાયમ સિંહની હાલ ગંભીર
- હોસ્પિટલે જાણકારી શેર કરી
- જીવન મોતની સામે ઝઝુમી રહ્યા છે નેતા
દિલ્હીઃ- ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા મુલાયમ સિંહ યાદ છેલ્લા ઘણા સમયથી ઉમર સંબંધિત બીમારીઓને કારણે બહોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે,જદો કે હવે તેમની તબિયકત વધુને વધુ બગડતી જતી છે ત્યારે આજરોજ ગુરુવારે મેદાંતા હોસ્પિટલે તેમની હેલ્થને લઈને જાણકારી આપી છે જે પ્રમાણે મુલાયમસિંહની તબિયત કથળી રહી છે.
મેદાંતા હોસ્પિટલે મુલાયમ સિંહ યાદવનું લેટેસ્ટ હેલ્થ બુલેટિન જારી કર્યું છે. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની હાલત ગંભીર છે અને તેઓ હજુ પણ જીવન રક્ષક દવાઓ પર જીવન નિર્ભર કરી રહ્યા છે.
હાલ તેમના પાસે દિલ્હી સ્ખથિત હોસ્પિટલમાં શિવપાલ યાદવ, અખિલેશ યાદવ સહિતના પરિવારના સભ્યો હાજર છે. ગુરુવારે સવારે જ્યારે અખિલેશ યાદવ તેમના નિવાસસ્થાનેથી મેદાંતા હોસ્પિટલ માટે નીકળ્યા ત્યારે તેમણે કાર્યકરો સાથે વાત કરી અને તેમને કહ્યું કે તબિયતમાં થોડો સુધારો છે, આ સાથે જ તેમએ પોતાના પિતા માટે સ્વાસ્થ્ય સારુ થાય તેની પ્રાર્થના કરવા જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા, પરંતુ અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની હાલત અત્યંત નાજુક છે. ત્યારે તેમના પ્રસંસકો દ્રારા તેમનું સ્વાસ્થ્ય સારુ થાય તેના માટે પ્રાર્થના દુઆનો દોર શરુ થયો છો. કારણ કે હવે તેમની હાલ વધુ ખરાબ થતી જાય છે.