1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રની પ્રવાસીઓને ખાસ ભેટઃ જમ્મુથી દિલ્હી માટે એક વધુ વિમાન સેવાનો 23 જુલાઈથી કરાશે આરંભ
કેન્દ્રની પ્રવાસીઓને ખાસ ભેટઃ જમ્મુથી દિલ્હી માટે એક વધુ વિમાન સેવાનો 23 જુલાઈથી કરાશે આરંભ

કેન્દ્રની પ્રવાસીઓને ખાસ ભેટઃ જમ્મુથી દિલ્હી માટે એક વધુ વિમાન સેવાનો 23 જુલાઈથી કરાશે આરંભ

0
Social Share
  • જમ્મુથી દિલ્હી માટે વિમાન સેવામાં વધારો
  • વધુ એક વિમાન સેવાનો 23 જુલાઈથી થશે આરંભ

 

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં પ્રવાસીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર તરફથી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, દેશના લોકોને મુસાફરી સુલભ અને સરળ બને તે દીશામાં કેન્દ્ર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે.ત્યારે વધુ એક વિમાન સેવાનો જમ્મુ થી દિલ્હી માટે થોડા દિવસમાં જ આરંભ થવા જઈ રહ્યો છે.

રાજ્યના લોકોને ટૂંક સમયમાં બીજી ફ્લાઇટનો લાભ મળશે. જમ્મુથી દિલ્હી સુધીની હવાઈ મુસાફરી સરળ થવા જઈ રહી છે. મોડી સાંજે એર ફ્લાઇટનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે 23 જુલાઈના રોજ શુક્રવારથી કાર્યરત કરવામાં આવશે. આ માટે ગોએર કંપની પોતાની સહમતિ દર્શાવી છે.

આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ફ્લાઇટથી સંબંધિત આ માહિતીને ટ્વિટ કરીને જારી કરી છે. જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જમ્મુ-કાશ્મીર પ્રત્યેની ઉદારતા બદલ આભાર માન્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે  સતત પાંચ વર્ષના સફળ પ્રયત્નો  કર્યા બાદ આ સેવા શરૂ થવા જઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code