1. Home
  2. ગુજરાતી
  3. અલાસ્કામાં સતત ત્રણ દિવસ વીજળીનો પ્રકોપ, વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા
અલાસ્કામાં સતત ત્રણ દિવસ વીજળીનો પ્રકોપ, વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

અલાસ્કામાં સતત ત્રણ દિવસ વીજળીનો પ્રકોપ, વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

0
Social Share

નવી દિલ્હી: અમેરિકામાં વારંવાર કુદરતી આપત્તિનો પ્રકોપ રહેતો હોય છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં હાલમાં વિજળીનું તોફાન ચાલી રહ્યું છે. વીજળીના આ તોફાનથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. અલાસ્કાથી સાઇબેરિયા સુધીના વિસ્તારમાં સતત ત્રણ દિવસ તોફાન આવ્યા હતા અને આ વિસ્તારમાં અગણ્ય વિજળીઓ પડી છે.

અલાસ્કા રાજ્ય ઉત્તર ધ્રુવની નજીક છે. વૈજ્ઞાનિકો એટલે દંગ છે કે, આ વિસ્તારમાં આ પ્રકારનું હવામાન ખૂબ ઓછું જોવા મળતું હોય છે.

નેશનલ વેધર સર્વિસના હવામાન શાસ્ત્રી એડ પ્લંબના મતે આ અલગ જ પ્રકારની કુદરતી પ્રક્રિયા છે. કારણકે આર્કટિક મહાસાગરમાં સામાન્ય રીતે એટલો બરફ રહે છે કે, જેનાથી ગરમીનુ વાતાવરણ સર્જાતુ જ નથી અને એવુ હવામાન પણ નથી સર્જાતુ કે વરસાદ પડે અને્ વીજળીઓ પડે, તે પણ આટલા માટો પાયે.

તેમનુ માનવુ છે કે, દુનિયામાં વધી રહેલી ગરમીના કારણે આર્કટિક વિસ્તાર પણ ગરમ થઈ રહ્યો છે. અહીંયા ઝડપથી બદલાવો જોવા મળી રહ્યા છે. 2010થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં વીજળીઓ પડવાનુ પ્રમાણ ત્રણ ગણુ વધી ગયુ છે.

ઉનાળાની ઋતુમાં વીજળી પડવાથી સાઇબેરિયા તથા આર્કટિકના કિનારે આવેલા રશિયાના બીજા વિસ્તારોના જંગલમાં આગ લાગે છે. તેનો સીધો સંબંધ ધરતીના વધી રહેલા તાપમાનથી છે. જેટલો વધારે બરફ પિગળે છે તેટલી વધારે પરાળ બને છે અને તેટલા વધારે તોફાન આવે છે.

કોલોરાડો  સ્થિત નેશનલ સેન્ટર ઓફ એટમોસ્ફિયરિક રિસર્ચના સંશોધન પ્રમાણે અલાસ્કમાં થંડરસ્ટોર્મની ગતિવિધિઓ વધી ગઈ છે અને સદીના અંત સુધીમાં અલાસ્કામાં આવતા તોફાનો અને વીજળી પડવાની ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code