
આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજીએ ઉચ્ચ અભ્યાસ બાદ 1943માં સ્વામી શિવાનંદજી પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી
આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજીની આજે પુણ્યવીથિ છે. તેમનો જન્મ કેરળના ન્યાયમૂર્તિના થયો હતો. તેઓ વર્ષ ૧૯૩૯માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ પૂર્ણ કર્યું હતું. જે બાદ વર્ષ ૧૯૪૦માં અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક અને કાયદાના સ્નાતક થયા હતા. તેઓશ્રીએ કોલેજ કાળ દરમ્યાન એટલે કે વર્ષ ૧૯૪૨માં સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવા અભ્યાસનો ત્યાગ કર્યો હતો. વર્ષ ૧૯૪૩માં સ્વામી શિવાનંદજી પાસેથી તેઓશ્રીએ દીક્ષા ગ્રહણ કરી હતી.
આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજી બે વર્ષ સ્વામી તપોવનજી પાસે ઉત્તરકાશીમાં રહ્યા અને ત્યાં ઉપનિષદો અને ધ્યાનયોગનો સાત વર્ષ અભ્યાસ કર્યો હતો. જ્યારે વર્ષ ૧૯૫૧ના ડિસેમ્બર માસમાં પુણેના ગણેશ મંદિરમાં પ્રથમ વખત તેમણે ‘આપણે હિન્દુ છીએ’ વિષયથી વ્યાખ્યાનની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૫૩માં ચિન્મય મિશનની સ્થાપના કરી હતી. ચિન્મય મિશન એટલે સમાજ સેવા અને વેદાંત અર્થે કાર્ય કરનાર સંસ્થા છે.
વર્ષ ૧૯૬૪માં તેઓશ્રીએ તેમના સંદિપની આશ્રમ માં એસ.એસ.આપ્ટે અને મિસ્ટર તારાસિંહ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી અને અનેક સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP) ની સ્થાપના કરી હતી. ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ કેળવવા વર્ષ ૧૯૮૯માં સ્વામી તપોવનજીની જન્મશતાબ્દી પ્રસંગે કોચીનમાં ચિન્મય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન(CIF) ની સ્થાપના થઈ હતી. વર્ષ ૧૯૯૨માં તેઓશ્રીને હિન્દુ ઓફ ધ ઈયર અને હિન્દુ રેનેસેંસ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. (રેનેસેંસ-પુનર્જાગરણ)