1. Home
  2. ગુજરાતી
  3. IPL PART 2: પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન vs ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ
IPL PART 2: પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન vs ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

IPL PART 2: પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન vs ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

0
Social Share
  • BCCIએ IPL પાર્ટ 2નો કાર્યક્રમ કર્યો જાહેર
  • પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે
  • ભારતીય સમય પ્રમાણે સાંજની મેચ 30 કલાકે શરૂ થશે

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન સ્થગિત થયેલી IPL ટૂર્નામેન્ટનો પાર્ટ-2 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. આ માટે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

BCCIએ જાહેરકરેલા કાર્યક્રમ અનુસાર ક્વોલિફાયર-1 10 ઑક્ટોબર, એલિમિનેટર 11 ઑક્ટોબર તેમજ ક્વોલિફાયર-2 13 ઑક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઑક્ટોબરે રમાશે. ત્યારબાદ BCCIએ UAE અને ઓમાનમાં ટી 20 વર્લ્ડકપનું આયોજન કરવાનું છે. ટી 20 વર્લ્ડકપનો કાર્યક્રમ પણ થોડા દિવસમાં જાહેર થશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ક્વોલીફાયર અને ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 ના મુકાબલા યૂએઈમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજની મેચ 7.30 કલાકે શરૂ થશે, જ્યારે ડબલ હેડર હશે ત્યારે ભારતીય સમયાનુસાર પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.

મહત્વનું છે કે, IPL 2021 ભારતમાં 9 એપ્રિલે શરૂ થઈ હતી. સીઝન વચ્ચે રિદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા, કોલકત્તાનો સંદીપ વોરિયર, વરૂણ ચક્રવર્તી, ચેન્નઈના બોલિંગ કોચ બાલાજી અને બેટિંગ કોચ માઇક હસી કોરોનાથી સંક્રમિત થયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code