1. Home
  2. ગુજરાતી
  3. ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને મળશે 12 કરોડ રૂપિયા, તો રનર્સ અપ ટીમને આટલા મળશે
ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને મળશે 12 કરોડ રૂપિયા, તો રનર્સ અપ ટીમને આટલા મળશે

ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને મળશે 12 કરોડ રૂપિયા, તો રનર્સ અપ ટીમને આટલા મળશે

0
Social Share
  • ટી-20 વર્લ્ડ કપ માટે ઇનામી રકમની ઘોષણા
  • વિજેતા ટીમના 12 કરોડ રૂપિયા મળશે
  • રનર્સ અપ ટીમને 6 કરોડ રૂપિયાનું ઇનામ મળશે

નવી દિલ્હી: ICC T-20 મેચનો અને તેમાં પણ વર્લ્ડકપનો રોમાંચ અને જુસ્સો કંઇક અલગ જ હોય છે ત્યારે હવે ICCએ ટી-20 વર્લ્ડ કપ માટે ઇનામની રકમની ઘોષણા કરી છે.

ICC અનુસાર આ વખતે વિજેતા ટીમને 1.6 મિલિયન ડૉલર એટલે કે 12 કરોડ રૂપિયાનું તેમજ રનર્સ અપ ટીમને 8 લાખ ડૉલર એટલે કે 6 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. બીજી તરફ સેમી ફાઇનલમાં પરાસ્ત થયેલી ટીમને ચાર-ચાર લાખ ડોલર અર્થાત્ 3 કરોડ રૂપિયા આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આ વખતે વર્લ્ડકપમાં કુલ 42 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે અપાશે. ICC દ્વારા સુપર 12 સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનસ એવોર્ડ પણ અપાશે. સુપર સ્ટેજ પર યોજનારી 30 મેચો માટે 1.20 કરોડ ડોલર આપવામાં આવશે. આ સ્ટેજ પર જ બહાર ફેંકાઇ જનારી ટીમને 70000 ડૉલર આપવામાં આવશે.

રાઉન્ડ એકની મેચોમાં આયરલેન્ડ, બાંગ્લાદેશ, નામીબિયા, નેધરલેન્ડ, ઓમાન, પાપૂઆ ન્યૂ ગિની, સ્કોટલેન્ડ અને શ્રીલંકાની ટીમ સમાવિષ્ટ છે. જેમાંથી સુપર 12 સ્ટેજ માટે ચાર ટીમોની પસંદગી થશે.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પહેલા જ સુપર 12 સ્ટેજમાં પહોંચી ચુકી છે.વર્લ્ડકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code