1. Home
  2. ગુજરાતી
  3. ICC વન-ડે રેન્કિંગ્સ: વિરાટ કોહલી સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન, વાંચો યાદીમાં સામેલ અન્ય નામ
ICC વન-ડે રેન્કિંગ્સ: વિરાટ કોહલી સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન, વાંચો યાદીમાં સામેલ અન્ય નામ

ICC વન-ડે રેન્કિંગ્સ: વિરાટ કોહલી સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન, વાંચો યાદીમાં સામેલ અન્ય નામ

0
Social Share
  • આઇસીસી વન-ડે રેન્કિંગ્સની યાદી બહાર પાડી
  • ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી ટોચના સ્થાન પર યથાવત્
  • ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા 855 પોઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ICC- વનડે રેન્કિંગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી 871 પોઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા 855 પોઇન્ટ્સ સાથે બીજા ક્રમાંકે છે. આમ આઇસીસી વનડે રેન્કિંગમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડનો ખેલાડી જોની બેયરસ્ટોએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા તે ટોચના 10 ક્રમના ખેલાડીઓમાં પહોંચવામાં સફળ થયો છે. બેયરસ્ટોએ ઓસિ સામેની ફાઇનલ મેચમાં 112 બોલમાં 126 રન ફટકારતા તે ટોપ 10માં પહોંચ્યો હતો.

બીજી તરફ ગ્લેન મેક્સવેલ અને એલેક્સ કેરીએ પણ વન-ડેમાં સદી ફટકારતા તેમના રેન્કિંગ્સમાં સુધારા થયા હતા. મેક્સવેલ પાંચ ક્રમ આગળ આવીને 26માં ક્રમે રહ્યો હતો જ્યારે કેરી 11 ક્રમના ઉછાળા સાથે કારકિર્દીના શ્રેષ્ઠ સ્તરે 28માં ક્રમે પહોંચ્યો હતો. ઇગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ બોલિગ રેન્કિંગમાં ત્રણ ક્રમ આગળ આવીને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ચોથા ક્રમે પહોંચ્યો હતો. ઓસિ. સામેની તાજેતરની વન-ડે સીરિઝમાં તેણે 6 વિકેટો ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ અને ભારતીય પેસ બોલર જસપ્રિત બુમરાહ બોલિંગ ક્રમાંકમાં ટોચના બંને સ્થાને રહ્યા છે. દરમિયાન વોક્સ ઓલરાઉન્ડરના રેન્કિંગમાં બીજા ક્રમે છે.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડ બે વર્ષમાં પ્રથમ વખત ટોચના 10 બોલર્સની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થયો છે. ઓસ્ટ્રેલિયાએ તેમની સુપર લીગની પ્રથમ સીરિઝ જીતીને 20 પોઈન્ટ્સ મેળવ્યા છે. 2023ના વર્લ્ડ કપમાં યજમાન ભારત ઉપરાંત સુપર લીગમાં ટોચની સાત ટીમો સીધું સ્થાન મેળવશે. ઈંગ્લેન્ડ વન-ડે ટીમ રેન્કિંગમાં સૌથી આગળ છે જે બે સીરિઝ રમ્યું છે અને ઘરઆંગણે 2-1થી વિજય મેળવ્યો છે. ભારત ટીમ ટેબલમાં બીજા સ્થાને છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code