
શ્રીલંકા પ્રવાસઃ આવતીકાલે કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ રમશે
- ભારતીય ક્રિકેટની એક ટીમ હાલ ઈંગ્લેન્ડ
- બીજી ટીમમાં નવ યુવાનોને અપાઈ તક
દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં એક ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ બીજી ટીમ શ્રીલંકાના પ્રવાસ ગઈ છે. આવતીકાલ ભારત-શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થશે. આવતીકાલથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. ત્યાર બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 ટી-20 મેચ પણ રમશે. શિખર ધવનની ટીમમાં ઉપસુકાની તરીકે ભુવનેશ્ર્વર કુમારની પસંદગી કરાઇ છે. જયારે આ શ્રેણીમાં રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે ટીમ સાથે રહેશે.
ભારતીય ટીમમાં દેવદત પડીકલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા જેવા અનેક નવ યુવાન ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં જબરદસ્ત દેખાવ કરનારા ખેલાડીઓ શ્રીલંકા સામેની શ્રેણીમાં સારો દેખાવ કરવાની આશા રાખે છે. ભારતીય ટીમ પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વન-ડે મેચ જીતનારી વિશ્ર્વની પ્રથમ ટીમ બનવાની ઉતમ તક પણ રહેલી છે.
નવોદિત ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમ શ્રીલંકાને તેની જ ધરતી પર વન-ડે તેમજ ટી-20 શ્રેણીમાં પરાજીત કરવા ઇચ્છુક છે પૃથ્વી શો પાસેથી શતકિય ઇનિંગ્ઝની પૂરેપુરી અપેક્ષા છે. આ ઉપરાંત કેપ્ટન શિખર ધવન પણ સારા એવા ફોર્મમાં ચાલી રહ્યો છે. કેપ્ટન શીખર ધવનની આગેવાનીવાળી ભારતીય ટીમ પાસે શ્રીલંકાને તેની જ ધરતી ઉપર પરાજય આપવાની તક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટની બી ટીમને શ્રીલંકા મોકલવામાં આવી હોવાના આક્ષેપ સાથે શ્રીલંકાના પૂર્વ કપ્ટને નારાજગી વ્યક્ત કરી હતી.
(PHOTO-BCCI)