
નિંદ આ રહીં હૈ… 365 દિવસમાંથી 300 દિવસ સતત ઊંઘતો રહેતા યુવાનની વિચિત્ર કહાની
જયપુરઃ આજકાલ દોડધામવાલી જીન્દગીમાં એવું કહેવાય છે કે, જેને પુરતી ઊંઘ આવે તે સુખી માણસ ગણાય, ઘણા શ્રીમંત લોકોને તો રાત્રે ઊંઘ માટે દવા લેવાની ફરજ પડતી હોય છે, પણ રાજસ્થાનમાં એક સામાન્ય પરિવારનો યુવાન એવો છે, અતિશય ઊંઘ તેના દુઃખનું કારણ બન્યું છે. રામાયણ કાળમાં લંકેશ રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના સતત સૂતો રહેતો હોવાનું આપણે સાંભળ્યું છે. ત્યારે રાજસ્થાનમાં પણ એક યુવાન વર્ષના 30 દિવસ સૂતો રહેતો હોવાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય આ યુવાન વિચિત્ર બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું છે. નાગૌર જિલ્લાના ભાદવા ગામમાં રહેતા પુરખારામ એક્સિસ હાયપરસોમ્નિયા નામની બીમારીથી પીડાય છે.
યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, એક સૂઈ ગયા બાદ લગભગ 20-25 દિવસ સુધી જાગતો નથી. આ બીમારીની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. પહેલા પુરખારામ પાંચથી સાત દિવસ સૂતો રહેતો હતો. બીજી તરફ પરિવારજનો ઉઠાડવાનો પ્રયાસ કરતા પરંતુ તે જાગતો નહીં. યુવાનની સૂઈ જવાની ટેવથી કંટાળીને પરિવારજનોએ તબીબ પાસે લઈ ગયા અને સારવાર પણ કરાવી. જો કે, તેની બીમારી પકડમાં આવતી ન હતી.
યુવાનો સુવાનો સમય ધીમે-ધીમે વધતો ગયો હતો. હવે મહિનાના 20થી 25 દિવસ સુધી સૂઈ જાય છે. તજજ્ઞોના મતે પુરખારામને એક્સિસ હાયરસોમ્નિયા નામની બીમારી છે. આ બીમારીમાં દર્દીને વધારે ઊંઘ આવે છે. તબીબોના મતે આવી બીમારી બહુ ઓછા લોકોને થાય છે. આ એક સાઈકોલોજીકલ બીમારી છે. અથવા કોઈ જૂનું ટ્યુમર તથા માથામાં ઈજા થઈ હોય તો પણ આ બીમારી થઈ શકે છે. પુરખારામની ગામમાં જ કરિયાણાની દુકાન આવેલી છે.
પુરખારામે જણાવ્યું હતું કે, વર્ષ 2015થી આ બીમારી વધવા લાગી છે. લગભગ 18-18 કલાક ઊંઘ આવે છે. કેટલીક વાર એવું થાય છે કે, 20-25 દિવસ સુધી સુતો રહ્યો હોઈશ. ભગવાને જે મુશ્કેલી આપી છે તેને ભોગવવી પડશે. મારા હાથમાં કાંઈ જ નથી. જ્યારે લાંબી ઊંઘની બીમારીની જાણ થઈ એક દિવસ પહેલા જ થઈ જાય છે. એક દિવસ પહેલા જોરદાર માથુ દુઃખે છે.
પુરખારામ એકવાર સૂઈ ગયા પછી તેમને ઉઠાડવા અશક્ય છે. એટલે ઉંઘમાં જ ભોજન કરાવવામાં આવે છે. તેમજ લઘુશંકા માટે પણ ઉઠાવીને પરિવારજનો લઈ જાય છે. પુરખારામની બીમારીની કોઈ દવા મળતી નથી. પરંતુ તેમની માતા કંવરી દેવી અને પત્ની લિછમી દેવીને આશા છે કે, એક દિવસ તેઓ સાજા થઈ જશે.