
જૂના વાહન ખરીદતા સમયે ન કરતા આવી ભૂલ,અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ
- વાહન ખરીદનાર થઈ જાવ સતર્ક
- જૂના વાહનની ખરીદી પહેલા ચેતજો
- અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ
અમદાવાદ:આજે પણ દેશમાં કેટલાક લોકો એવા છે કે જે નવા વાહન લેવાનું વિચારતા નથી, કારણ છે આર્થિક તંગી.. આ કારણોસર તેઓ જૂના વાહનોની ખરીદી કરતા હોય છે. આવામાં અમદાવાદમાં લોકો સાથે એવું થયું કે જેને જોઈને તમામ લોકોએ સતર્ક થવું જોઈએ.
જાણકારી અનુસાર જૂના વાહનની ખરીદી કરતા પહેલા તેના ડોક્યુમેન્ટની ખરાઈ RTOમાં જઈને કરાવી લેવી જોઈએ, કારણ કે કેટલાક ઇસમો જૂના વાહનોની નકલી RC બૂક બનાવીને વાહનોનું વેચાણ કરે છે. જ્યારે આ વાહન નામ પર કરાવવા માટે ગ્રાહક જાય છે ત્યારે તેને મુશ્કેલીમાં મુકવાનો વારો આવે છે.
અમદાવાદમાં એક વ્યક્તિ સાથે એવું બન્યું કે તે જ્યારે એક્ટિવાને પોતાના નામ પર કરાવવા માટે આરટીઓ ગયો ત્યારે તેની સાથે એવું બન્યું કે જેને જોઈને સૌ કોઈ ચોંકી જશે. આ વ્યક્તિ જ્યારે ડોક્યુમેન્ટ અને વાહન લઈને આરટીઓ પહોંચ્યો ત્યારે ખબર પડી કે વેચાણ કરનાર વ્યક્તિએ જે વાહનના ડોક્યુમેન્ટ આપ્યા હતા તે નકલી હતા..
RTOના અધિકારી દ્વારા જયારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે તેમને જાણવા મળ્યું કે જે એકટીવા નામ પર કરાવવા માટે આવ્યા છે તેનો નંબર GJ 1 UD 4383 દર્શાવવામાં આવ્યો હતો. પણ આ એકટીવાની વિગતની ખરાઈ કરતા તેનો મૂળ નંબર GJ 27 CK 4623 હોવાનું સામે આવ્યું હતું.