
સુપરસ્ટાર પવન કલ્યાણએ કંગના રનૌતની કરી પ્રશંસા, ફિલ્મમાં સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
સાઉથના સુપરસ્ટાર અને પાવરસ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ‘હરિ હર વીર મલ્લુ’ તાજેતરમાં સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. આ દરમિયાન, એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે પવન કલ્યાણને બોલિવૂડ અભિનેત્રીઓને તેમના સહ-અભિનેત્રી તરીકે પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરનું નામ લીધું ન હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન, પવન કલ્યાણે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર કરતાં વધુ સારી અભિનેત્રી ગણાવી હતી. તેમણે કંગનાને એક મજબૂત અભિનેત્રી ગણાવી હતી. તેમણે ખાસ કરીને તેમની ફિલ્મ ‘ઇમર્જન્સી’માં ઇન્દિરા ગાંધીના પાત્ર માટે તેમની પ્રશંસા કરી હતી. કંગનાએ પવનનું આ નિવેદન તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું અને લવ ઇમોજી સાથે ખુશી વ્યક્ત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પવનને આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કૃતિ સેનન અને કિયારા અડવાણીમાંથી પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે પહેલા બધાને પસંદ કર્યા, પરંતુ પછીથી કૃતિ સેનનને પસંદ કરી. જોકે, કૃતિ અને કંગના વચ્ચે, તેણે કંગનાને પસંદ કરી હતી. કંગનાએ 2006 માં ‘ગેંગસ્ટર’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને 2009 માં તેલુગુ ફિલ્મ ‘એક નિરંજન’ માં કામ કર્યું હતું. તેની તાજેતરની ફિલ્મ ‘ઇમર્જન્સી’ હતી, જેનું નિર્દેશન અને નિર્માણ પણ તેણીએ જ કર્યું હતું. પવનની ફિલ્મ ‘હરિ હર વીર મલ્લુ’ તાજેતરમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. તે ટૂંક સમયમાં ‘ધે કોલ હિમ ઓજી’ અને ‘ઉસ્તાદ ભગત સિંહ’ માં જોવા મળશે.