
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 8 હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂકની આપી મંજૂરી- 28 ન્યાયાધીશોની બદલીની પણ ભલામણ
- સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 8 HCમા જજની નિમૂણકની આપી મંજૂરી
- 28 જજોની બદલી માટેની પમ ભલામણ કરાઈ
દિલ્હીઃ- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની વિવિધ હાઇકોર્ટ્સ ના મુખ્ય ન્યાયાધીશોના પદ પર નિમણૂક માટે કેન્દ્રને આઠ નામોની ભલામણ કરી છે. તેમની વચ્ચે કલકત્તા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલનું પણ નામ સામેલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જાણાવા મળ્યું હતું કે ગુરુવારે અને શુક્રવારે કોલેજિયમની સઘન બેઠકમાં ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરેશી સહિત પાંચ મુખ્ય ન્યાયમૂર્તિઓ અને ઉચ્ચ અદાલતોના અન્ય 28 ન્યાયાધીશોની બદલીની ભલામણ કરવામાં આવી હતી.
કલકત્તા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બિંદલ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના રાજકીય વિવાદ સાથે સંબંધિત તેમના વહીવટી અને ન્યાયિક નિર્ણયો માટે સમાચારોમાં રહ્યા છે. દેશની હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક જસ્ટિસ કુરેશી મૂળ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે ઉન્નત થયા હતા અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી ન મળવાના કારણે ચર્ચામાં રહ્યા હતા.
મળતી માહિતચી પ્રમાણે ત્રણ સભ્યોની કોલેજિયમે અલ્હાબાદ, કલકત્તા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મેઘાલય, ગુજરાત અને મધ્યપ્રદેશની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશો તરીકે પ્રમોશન માટે ન્યાયાધીશોના નામની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે.
આ સાથે જ મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત, ઉચ્ચ ન્યાયાલયમાં નિમણૂકો સાથે કામ કરતી ત્રણ સભ્યોની કોલેજિયમમાં જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ એ એમ ખાનવિલકરનો સમાવેશ થાય છે. જસ્ટિસ રાજેશ બિંદલને અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બદલી કરવાની ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમે ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અકીલ કુરેશીને રાજસ્થાન હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલમાં મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ જસ્ટિસ રમનએ વિવિધ હાઇકોર્ટમાં નિમણૂક માટે લગભગ 100 નામોની ભલામણ કરી છે. દેશની 25 ઉચ્ચ ન્યાયાલયોમાં 1 હજાર 80 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા છે અને 1 મે, 2021 ના રોજ, ઉચ્ચ અદાલતો માત્ર 420 ન્યાયાધીશો સાથે કાર્યરત હતી. દેશભરની 12 હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે એક સાથે 68 નામોની ભલામણ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ કોલેજિયમ દ્વારા આ ભલામણો કરવામાં આવી છે.