1. Home
  2. ગુજરાતી
  3. આઈપીએલમાં રમતો નહી જોવા મળે CSKનો આ સ્ટાર- UAEથી સુરેશ રૈનાની વાપસી
આઈપીએલમાં રમતો નહી જોવા મળે CSKનો આ સ્ટાર- UAEથી સુરેશ રૈનાની વાપસી

આઈપીએલમાં રમતો નહી જોવા મળે CSKનો આ સ્ટાર- UAEથી સુરેશ રૈનાની વાપસી

0
Social Share
  • યુએઈથી સુરેશ રૈનાની વાપસી
  • નહી જોવા મળે આઈપીએલની મેચમા
  • ચેન્નઈ સુપર કિંગનો સ્ટાર નહી રમે મેચ
  • અંગત કારણો સર પાછાફર્યા સુરેશ રૈના

ક્રિકેટ પ્રેમીઓ માટે એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે, બલ્લેબાજ સુરેશ રૈના અરબ અમીરાતથી ભારત પરત ફર્યા છે, જો કે આ અંગેનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી પરંતુ તેમનું ભારત ફરત આવવાનું કારણ તેમનું અંગત હોય શકે છે એમ માનવવામાં આવી રહ્યું છે.

ચેન્નઈ સુપર કિંગ દ્વારા ટ્વિટ કરીને સુર્શ રૈનાની ભારત વાપસી માટેના સમાચાર આપ્યા છે, અને આમ કરવા પાછળનું તેમનું અંગત કારણ બતાવ્યું છે, તે સાથે જ તેઓ વર્ષ 2020ની આઈપીએલમાં રમતા જોવા મળશે નહી, ઉલ્લેખનીય છે કે આવનારી 20 તારીખથી આઈપીએલ શરુ થવા જઈ રહી છે.

33 વર્ષિય ક્રિકેટ સ્ટાર રૈનાએ વિતેલી 15 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું , ત્યાર બાદ તેઓ આઈપીએલના સંક્ષિપ્ત શિબિરમાં પણ હાજર નહોતા રહ્ય, તેઓ દુબઈ પોતાની ટીમ સાથે ગયા હતા, જ્યા તાજમાં સીએસકે ટીમ રોકાઈ છે, રૈનાએ ગઈકાલે જ ટ્વિટ કર્યું હતું જેમા તેમણે લખ્યું હતું કે, “દુનિયા ઘીમી થઈ ગઈ છે તો તમે પોતોની જાતને ફરીથી શોધી શકો છો”

રૈનાના ભારત પરત ફરવાના સમાચારને ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, ટીમ ઇન્ડિયાના હાલના બોલર સહિત ટીમના ઘણા સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.  જાણવા મળતી માહિતી મુજબ તે બોલર દીપક ચહર હોવાનું જણઆઈ રહ્યું છે.ત્યારે હવે રૈનાના ચાહકો તેને આઈપીએલમાં રમતો નહી જોઈ શકે.

 

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code