Homeગુજરાતીખોરાકઓછા સમયમાં તૈયાર થશે શક્કરિયાની ખીર, નવરાત્રીના ફરાળને બનાવો ખાસ

ઓછા સમયમાં તૈયાર થશે શક્કરિયાની ખીર, નવરાત્રીના ફરાળને બનાવો ખાસ

રેસીપી, 15 ઓક્ટોબર 2026: ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી માટે બટાકા અને સાબુદાણાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાંથી હલવા, ખીર, ખીચડી અને અન્ય ઘણી પ્રકારની ફરાળી વાનગીઓ બનાવી શકાય છે. એક દિવસના ઉપવાસમાં આ વાનગીઓ ખાઇ શકાય છે, પરંતુ દરરોજ ખાવું કેટલીકવાર કંટાળાજનક લાગે છે. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ વ્રત ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં બટાટા અને સાબુદાણાની સાથે શક્કરિયાને પણ ફરાળી થાળીમાં શામેલ કરી શકાય છે.

ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જાની જરૂર હોય છે. તેથી, તે વસ્તુઓને આહારમાં શામેલ કરવી વધુ સારો વિકલ્પ છે, જે શરીર માટે ફાયદાકારક છે. જેમ શક્કરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તમે તેને ફરાળી થાળમાં શામેલ કરી શકો છો. જો તમે ઉપવાસ દરમિયાન કેટલીક અલગ વાનગીઓ ટ્રાય કરવા માંગો છો, તો શક્કરિયાની ખીર બનાવી શકાય છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીર બનાવવામાં વધારે સમય લાગતો નથી.

જો તમે ઉપવાસની ફરાળી થાળીમાં કંઇક અલગ અને સ્વાદિષ્ટ વાનગી ઉમેરવા માંગતા હો, તો પછી તમે શક્કરિયા ખીર અજમાવી શકો છો.

શક્કરિયા ખીર બનાવવા માટે સામગ્રી

શક્કરિયા : 1 -2 નંગ

ઘી : 2 ચમચી

ફૂલ ક્રીમ દૂધ : 4 કપ

કેસર : 1 ચપટી

એલચી પાવડર : 1/2 ચમચી

પિસ્તા : 2 ચમચી

બદામ : 2 ચમચી

કાજુ : 2 ચમચી

શક્કરિયાની ખીર બનાવવાની રીત

શક્કરfયાની ખીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં વધુ સમય લાગતો નથી. તેને બનાવવા માટે, પહેલા શક્કરિયા પાણીથી સારી રીતે ધોઈ લો. હવે તેની છાલ કાઢીને તેને છીણી લો. તે પછી એક કઢાઇમાં ઘી ગરમ કરો. ઘી ઓગળી જાય પછી તેમા છીણેલા શક્કરિયા ઉમેરો. તેને ચમચીથી હલાવો અને લગભગ 5-6 મિનિટ સુધી સાંતળો.

હવે શક્કરિયા સહેજ બ્રાઉન થાય છે, ત્યારે તેમાં દૂધ રેડો. તેમા ઉપરથી ચપટી કેસર ઉમેરો અને તેને લગભગ 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે રાંધો. શક્કરિયા બફાયને એકદમ નરમ ત્યાં સુધી દૂધ ઉકાળો. ત્યારબાદ ખાંડ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો જેથી ખાંડ ખીરમાં ઓગળી જાય. હવે તેની ઉપર પિસ્તા, બદામ અને કાજુના ટુકડા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. શક્કરિયાની ખીર તૈયાર છે. એક બાઉલમાં ખીર રેડો. ડ્રાયફૂટ્સના ટુકડા વડે ગાર્નિશ કરી ખીર પીરસો.

જો તમે ઇચ્છો તો શક્કરિયા બાફીને પણ ખીર બનાવી શકો છો. આ માટે પહેલા શક્કરિયાને બાફો. ઠંડા થયા પછી તેની છાલ કાઢીને સારી રીતે મસળી લો. પછી તેને દૂધમાં સારી રીતે મિક્સ કરી લો. આ દૂધને ધીમા તાપ પર 3 થી 4 મિનિટ સુધી ઉકાળો. પછી તેમા ખાંડ ઉમેરી સારી રીતે હલાવો. જ્યારે ખીર ઘટ્ટ થવા માંડે ત્યારે તેમાં ડ્રાયફૂટ્સના ટુકડા ઉમેરો. આ રીતે તમે ઓછામાં સમયમાં શક્કરિયાની ખીર પણ તૈયાર કરી શકો છો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular